Uncategorized

સાવધાન દાહોદ ! લોકડાઉનનો હવે ભંગ કરશો તો પોલીસ સખત પગલાં લેશે દાહોદમાં હવે પોલીસ દ્વારા ડ્રોન, સીસી ટીવી કેમેરા અને નેત્રમ થકી નિગરાની, જાહેરનામના ભંગ બદલ થશે

સાવધાન દાહોદ ! લોકડાઉનનો હવે ભંગ કરશો તો પોલીસ સખત પગલાં લેશે
દાહોદમાં હવે પોલીસ દ્વારા ડ્રોન, સીસી ટીવી કેમેરા અને નેત્રમ થકી નિગરાની, જાહેરનામના ભંગ બદલ થશે કાર્યવાહી
કોરોનાના સંક્રમણને રોકવા માટે અમલી બનાવવામાં આવેલા જાહેરનામાનો હવે દાહોદ પોલીસ ચુસ્તપણે અમલ કરાવવા જઇ રહી છે. જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જાહેરનામાનો ભંગ કરતા લોકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, હવે દાહોદમાં ડ્રોનથી હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, પોલીસના નેત્રમ્ તથા સ્માર્ટ સિટીના સીસી ટીવી કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઇ વ્યક્તિ જો બહાર નીકળેલા તેમાં જણાશે તો તેની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
એસપી શ્રી હિતેશ જોયસરે જણાવ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે એકાંતવાસ સિવાય કોઇ જ બીજો વિકલ્પ નથી. સ્પેન, ઇટાલી સહિતના યુરોપના દેશોમાં કોરોના વાયરસ પ્રસરવાનું એક માત્ર કારણ છે કે ત્યાં લોકોએ આ વાયરસને બહુ જ હળવાશથી લીધો હતો અને મેળાવડા ચાલુ રાખવામાં આવ્યા હતા. આપણી નજર સમક્ષ આવા ઉદાહરણો હોવા છતાં, દાહોદમાં કેટલાક લોકો હજુ પણ ગંભીરતા દાખવતા નથી. પણ, હવે તેની સામે પોલીસ ગંભીર બનશે. રોગચાળાનું મોટું સંકટ માથે હોવા છતાં બેજવાબદાર બની લટાર મારવા નીકળતા કે સોસાયટીમાં જમાવડો કરતા લોકો સામે ટેક્નોલોજીના ઉપયોગની સખતાઇથી કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું કે, દાહોદ પોલીસના નેત્રમ્ પોજેક્ટ ઉપરાંત સ્માર્ટ સિટીના સીસીટીવીથી દાહોદના સમગ્ર વિસ્તારમાં નિગરાની રાખવામાં આવી રહી છે. તદ્દઉપરાંત, ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને, જો કોઇ યુવાન કાયદાનો ભંગ કરતો જણાશે તો તેમના માટે ભવિષ્યમાં સરકારી નોકરી મળવી કે પાસપોર્ટ બનાવવાનું મુશ્કેલ બની જશે. એટલે, લોકડાઉનનું પાલન કરવાનું હિતાવહ છે.
પોલીસ કાર્યવાહીની વિગતો આપતા શ્રી જોયસરે કહ્યું કે, જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૯ .ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, ફેસબૂક ઉપર અફવા ફેલાવવા બદલ અનિશભાઇ રાણપુરવાળા નામના એક શખસ સામે આઇટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ, કુલ ૧૧૦ ફરિયાદો થઇ છે. જ્યારે, બિનજરૂરી રીતે બજારમાં લટાર મારવા નીકળેલા લોકોના ૨૩૦ બાઇક ડિટેઇન કરી રૂ. ૧૨૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. એક ફરિયાદ હોમ ક્વોરોન્ટાઇન રહેવાના આદેશનો ભંગ કરનારી વ્યક્તિ સામે એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
૦૦૦
રીપોટર :- જેની શૈખ

IMG-20200401-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *