*સાવરકુંડલાની સેવાભાવી સંસ્થા દ્વારા ૧-૧ મીટરનું અંતર જાળવવા ન વતર પ્રયોગ*
*દોરેલા સફેદ સર્કલથી જ ખરીદી કરવા અનુરોધ*
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. જેના અનુસંધાને સાવરકુંડલાની સેવાભાવી સંસ્થા જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાથસણી રોડની બજારમાં શાકભાજીના વેપારીઓ સાથે મળી ૧-૧ મીટરનું અંતર રાખવા સફેદ સર્કલ કરી ગ્રાહકોને તેમાં જ ઉભા રહી ખરીદી કરવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા કરિયાણાની ચીજવસ્તુઓની હોમ ડિલિવરી પણ આપવામાં આવી રહી છે જેના માટે સંસ્થાના સવજીભાઈનો ૯૪૨૯૦૭૭૫૨૫ નો સંપર્ક સાધવાનો રહેશે.
માહિતી : સુમિત ગોહિલ (અમરેલી)
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)