સુદીપ ચક્રવર્તિ ની કાપડની ઉઘરાણીના રૂ. 5,000/- મંગાવવાના હોઈ, આંગડિયા પેઢીની ગરજ સારી, કપરા સમયમાં મદદ કરવાબદલ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો……_
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા લોકોને તકલીફમાં હોય તો, *લોક ડાઉન દરમિયાન કોઈપણ જરૂરિયાત હોય તો, પોલીસ મદદ કરવાની જાહેરાત કરી, હેલ્પ લાઇન* શરૂ કરવામાં આવેલ છે……._
💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને જૂનાગઢ શહેરના *ઢાલ રોડ વિસ્તારમાં રહેતા સુબોધ ચક્રવર્તી (M :- 09475009372) કે જેઓ કાપડની ફેરી કરે છે, જેને તાજેતરમાં અનાજની કીટ આપવામાં આવેલ હતી, તેને મોબાઈલ ઉપરથી જાણ કરેલ કે, પોતાની પાસે રૂપિયા ખૂટયા હોઈ, પોતાને જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતા ગોવિંદભાઇ પટેલ પાસેથી કાપડની ઉઘરાણીના રૂ. 5,000/- મંગાવવાના હોઈ, હાલમાં પોતાને મંજૂરી મળતી ના હોઈ, પોતાની પાસે વાહન ના હોઈ, પોતે જેતપુર જઈ શકે તેમ ના હોઈ, મદદ કરવા જાણ* કરેલ હતી….._
💫 _જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા દ્વારા *જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના ગોવિંદભાઇ લાલજીભાઈ પટેલનો સંપર્ક કરી, ફોન કરનાર સુદીપ ચક્રવર્તિને આપવાના રૂ. 5,000/- પોતાના ગામ નજીક આવેલ સાંકળી ધાર ચેક પોસ્ટ ઉપર પીએસઆઇ કે.સી.રાણાને પહોંચાડવા સૂચના કરી, ઉઘરાણીના રૂપિયા મંગાવી, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા તથા હે.કો. ઝવેરગીરી મારફતે સુદીપ ચક્રવર્તિને ઘરે જઈને બોલાવી, આપવામાં આવેલ* હતા. ઉપરાંત ટ્રાફિક જવાન દ્વારા બે અનાજ કરિયાણાની કીટ પણ જરૂરિયાત હોઈ, આપવામાં આવેલ હતી. *જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકોની મદદ કરતા, સુદીપ ચક્રવર્તિ દ્વારા જૂનાગઢ પોલીસે પોતાના કપરા સમયમાં આંગડિયા પેઢીની ગરજ સારી, કપરા સમયમાં મદદ કરવામાં આવેલ હોઈ, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો.તેમજ
જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે *પોલીસ પ્રજાની મિત્ર બની હતી _
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ