સુરેન્દ્રનગર શહેરમાં સરકાર દ્વારા કોરોના વાઈરસના કારા કહેરને અટકાવા અને લોકોને બચાવવા શહેરમાં લોકડાઉન જાહેર કરી દીધુ છે ત્યારે આવા સમયમાં મધ્યમ વર્ગ ના લોકોને જમવાની પણ મુશકેલી પડતી હોય ત્યારે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા અનાજ કીટ અને ભોજન કરાવવાની વ્યવસ્થાનુ આયોજન કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જલારામ સેવા મંડળ દ્વારા શહેરના છેવાડાના વિસ્તાર માં અતિ પછાત અને નિરાધાર ગરીબ 300 પરિવારોને જેમાં નાના ભુલકાઓ બહેનો અને ભાઈઓ સહિતના ઓને ભરપેટ ભોજન જમાડી સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુજ રહેશે તેવુ જલારામ સેવા મંડળ ના આગેવાનોએ જણાવ્યું હતું આ સેવાના કાર્ય માં જલારામ સેવા મંડળ ના સભ્યો જેમાં રાજુભાઈ દક્ષીણી,આતિષભાઈ પુજારા,ભરતભાઈ ગોહિલ, પંકજભાઈ પરમાર,વિજયભાઈ જાની, રેખાબેન પીઠવા સહિતના સભ્યો સેવામાં સહભાગી બન્યા હતા
યજ્ઞેશ ગોસ્વામી
સુરેન્દ્રનગર
