Uncategorized

જૂનાગઢ તા.28.4.2020 પ્રેગ્નટ પત્નિ સાથે મધ્યપ્રદેશમાં લોકડાઉનમાં ફસાયેલા કેશોદના પ્રજાપતિ પરિવારની કહાની શિક્ષણમંત્રીની સંવેદનશીલતા વાહન- મંજૂરી સહિતની વ્યવસ્થા કરી પ્રજાપતિ પરિવારને કેશોદ પહોંચાડ્યો

સંકલનઃ-અર્જૂન પરમાર-નાયબ માહિતી નિયામક,જૂનાગઢ

જૂનાગઢ : છેલ્લા ૪ માસથી મધ્યપ્રદેશના છીંદવાડા જિલ્લાનાં ગામડામાં કેશોદના વિજય પ્રજાપતિ જોબ કરતાં હતા. તેમના પત્નિ પેગનેટ હતા. સાતમો માસ ચાલતો હતો આ પરિવારને વતન કેશોદ આવવું જરૂરી હતું. નાના પગારમાં નોકરી કરતાં વિજયભાઈ રાઠોડ માટે ગુજરાત અને મધ્યપ્રદેશ સત્તાવાળાઓની મંજૂરી લેવી અને ટેક્ષી કરી કેશોદ પહોંચવું કઠિન હતું.
આવા કપરા સમયમાં વિજયભાઈ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાનો નંબર મેળવી પોતાની મુશ્કેલી વર્ણવે છે. શિક્ષણમંત્રી સુધી આ વાત પહોંચતા તેમના કાર્યાલયને વિજયભાઈ માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું. વિજયભાઈના જરૂરી આધાર-પુરાવાના દસ્તાવેજ વૉટ્સએપ પર મેળવી છીંદવાડા કલેકટરને ટેકનોલોજીના માધ્યમથી પહોંચાડ્યા. શિક્ષણમંત્રીશ્રીની સંવેદનશીલતા આટલાથી અટકતી નથી તેમણે બરોડાના મુકેશભાઇ પ્રજાપતિ કે જેઓ માટી કામ કલાકારી બોર્ડના ડાયરેક્ટર છે તેમના સુધી વાત પહોંચાડી વિજયભાઈના પરિવાર માટે તમામ વ્યવસ્થા થાય તેની તકેદારી લીધી .
શિક્ષણમંત્રીશ્રી ચુડાસમા અને મુકેશભાઇ પ્રજાપતિનાં સંકલન બાદ વડોદરા થી છીંદવાડા ગાડી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. વડોદરા કલેકટર પાસેથી જરૂરી મંજૂરી મેળવવા ઉપરાંત ગાડી છીંદવાડા સુધી પહોંચી ત્યાંથી આ પરિવાર કેશોદ પહોંચ્યું ત્યાં સુધી શિક્ષણમંત્રીશ્રી વિજયભાઈ સાથે સંપર્કમાં રહ્યા. આ પરિવાર જ્યારે કેશોદ પોતાના ઘરે પહોંચી ગયો તેમણે કેશોદમાં આરોગ્ય સત્તાવાળાઓને અને પોલીસને બહારથી આવવાની જાણકારી આપી કવોરન્ટાઈન થાય ત્યાં સુધી શિક્ષણમંત્રીએ વિજયભાઈના પરિવારની કાળજી લીધી
કેશોદ ઘરે પહોંચ્યા બાદ નિરાંતનો શ્વાસ લઈ વિજયભાઈએ કહ્યું કે,દીકરા અને દીકરીની જેમ મારા પરિવારની શિક્ષણમંત્રીએ કાળજી લીધી છે. માત્ર એક ફોન કોલના આધારે મંજૂરી મેળવવાની વ્યવસ્થા થઈ. ગાડીની વ્યવસ્થા મુકેશભાઇ પ્રજાપતિ દ્વારા થઈ. મારા પરિવાર માટે મોટી મુશ્કેલી એ હતી કે એક વખત મારા પત્નીને મિસ ડિલેવરી થઈ ગઈ હતી. એમને છીંદવાડાથી વતનમાં પહોંચવું ખૂબ જરૂરી હતું. વિજયભાઈની વાતમાં સૂર પુરાવી મયુરીબેને કહ્યું કે,આજે મને ઘરે પહોંચવાનો આનંદ છે માનસીક શાંતી નો અનુભવ કરૂ છું. અહીં મારા સાસુ મારી વિશેષ કાળજી પણ લે છે. મયુરીબેને વધુમાં કહ્યું કે,મારી અને વિજયની નહીં પરંતુ મારા જન્મનાર બાળકની પણ ગુજરાત સરકારે ચિંતા કરી છે.

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *