Uncategorized

જૂનાગઢ તા.8.10.2020 એનિમલ કરૂણા ૧૯૬૨ હેલ્‍પલાઇન એમ્‍બ્યુલન્‍સ દ્વારા જૂનાગઢમાં બે વર્ષમાં ૫૬૪૩ પશુ, પક્ષીને સારવાર અપાઇ

બિનવારસુ પશુ, પક્ષી હોય તો તાત્‍કાલીક ૧૯૬૨ હેલ્‍પલાઇનને જાણ કરો

 

જૂનાગઢ : રાજ્ય સરકાર અને પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ ચાલતી એનીમલ કરૂણા ૧૯૬૨ હેલ્‍પલાઇન સેવાને જૂનાગઢમાં બે વર્ષ પૂર્ણ થયા છે. બે વર્ષ દરમિયાન ૫૬૪૩ પશુપક્ષીઓને સારવાર આપવામાં આવી છે.

આ હેલ્‍પલાઇનની એમ્બ્યુલન્‍સ દ્વારા જૂનાગઢમાં મુંગા, અબોલા પશુ, પક્ષીઓને સ્‍થળ પર જ સારવાર આપી જીંદગી બચાવવામાં આવે છે. જૂનાગઢમાં એનિમલ કરૂણા ૧૯૬૨ હેલ્‍પલાઇન એમ્‍બ્યુલન્‍સ દ્વારા બે વર્ષમાં ૫૬૪૩ જેટલા પશુ, પક્ષીઓને તાત્‍કાલીકના ધોરણે સારવાર આપવામાં આવી છે. જૂનાગઢ એનિમલ કરૂણા ૧૯૬૨ હેલ્‍પલાઇન એમ્‍બ્યુલન્‍સમાં ફરજ બજાવતા ડો.સંજય કુંભારે જણાવ્યું હતું કે, ખાસ કરીને ઉતરાયણના સમયમાં કામગીરી વધી જાય છે. રોડ અકસ્‍માતમાં અનેક પશુને ગંભીર ઇજા પહોંચતી હોય છે. કરૂણા હેલ્‍પલાઇનને જાણ થતા જ અમે સ્‍થળ પર પહોંચી જઇ પશુ, પક્ષીને સારવાર આપીએ છીએ.

કોઇ પણ બિનવારસુ પશુ, પક્ષી હોય તો તાત્‍કાલીક એનિમલ કરૂણા ૧૯૬૨ હેલ્‍પલાઇન પર જાણ કરો. આથી તાત્‍કાલીક ઘાયલ પશુ, પક્ષીને સારવાર મળી રહે તો તેમની જીંદગી બચાવી શકાય છે. તેમ ડો.સંજય કુંભારે લોકોને ખાસ અનુરોધ કર્યો છે. એનિમલ કરૂણા હેલ્‍પલાઇન ૧૯૬૨ના જૂનાગઢ ખાતે ૨ વર્ષ પૂર્ણ થતા ઉજવણીના પ્રસંગે ડેપ્‍યુટી ડાયરેક્ટર ડો.આર.આર.અકબરી, વેટનરી ઓફિસર ડો.આર.પી.પઘદાર અને સૌરાષ્‍ટ્ર રીઝનલ એમએસયુ હેડ સમીર રાવલ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ
અનિષ ગૌદાણા

જનતા કી જાણકારી દૈનિક ન્યૂઝ

જૂનાગઢ બ્યુરોચિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *