Uncategorized

પૂર્વ સૈનિકોના બાળકોને કેન્દ્રીય સૈનિક બોર્ડમાંથી સ્કોલરશીપ મેળવવા ઓનલાઇન અરજી કરવા જોગ

પૂર્વ સૈનિકોના બાળકોને કેન્દ્રીય સૈનિક બોર્ડમાંથી સ્કોલરશીપ મેળવવા ઓનલાઇન અરજી કરવા જોગ

અમરેલી, તા: ૭ ઓક્ટોબર ૨૦૨૦

રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો, શહીદ અથવા સ્વ. સૈનિકોના પરિવારના બાળકોને શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે કેન્દ્રીય સૈનિક બોર્ડમાંથી સ્કોલરશીપ મેળવવા માટે ઓનલાઈન અરજી પર કરવાની રહેશે. ધોરણ ૧૦ થી ૧૨ માટે ૩૦ ઓક્ટોબર ૨૦૨૦ સુધીમાં તેમજ ગ્રેજ્યુએશન કોર્સ માટે ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધીમાં www.ksb.gov.in પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે.

સમયમર્યાદા બાદ અપલોડ થયેલી અરજી માન્ય રાખવામાં આવશે નહીં. વેબસાઈટ ઉપર પૂર્વ સૈનિકો શહીદ સ્વર્ગસ્થ સૈનિકો તથા જરૂરી બધા જ દસ્તાવેજો અસલમાં અપલોડ કરવા તથા સેવ કરી ફોરવર્ડ કરવાના રહેશે. આ સ્કોલરશીપ માટે કરેલી અરજી ની અપડેટ માહિતી પોતાના ઈમેલ રજીસ્ટર મોબાઇલ માં જોતા રહેવું તેમજ અન્ય સહાય ની જાણકારી માટે જરૂર જણાય તો જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના ફોન નંબર ૦૨૮૧-૨૪૭૬૮૨૫ પર સંપર્ક કરવનો રહેશે. જેમને રાજ્ય સૈનિક બોર્ડમાંથી સ્કોલરશીપ ગયા વર્ષે મેળવી હશે તો તેઓએ અરજી કરવાની રહેતી નથી.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20201007-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *