બાબરા
તા.૨૬/૦૪/૨૦૨૦
બાબરા તાલુકા ના ૧૩ ગામો ની મુલાકાત, લોકડાઉન નું કેવું પાલન થાય રહ્યું છે તે ની માહિતી સતત અમરી ટીમ દ્વારા એકઠી કરવામાં આવી રહી છે
(ન્યુંજ ટીમ દ્રારા ગ્રામ્ય વિસ્તારો નાં સરપંચો, ઉપ સરપંચો, સહિત આગેવાનો પાસે થી લોકડાઉન ની માહિતી મેળવી)
ગુજરાત માં જ્યારે કોરોના ના નો કાળો કહેલ છે. દિવસે ને દિવસે કોરોના ના કેસો મા વધારો થય રહ્યો છે. અને સમગ્ર ગુજરાત મ૧ લોકડાઉન નું પાલન થય રહ્યું છે. સાથે સરકાર શ્રી દ્રારા ઘર મા રહેવાની અપીલ પણ કરવા માં આવી રહ્યી છે.
ત્યારે અમરેલી જીલ્લા માં હાલ એક પણ કોરોના નો પોઝીટીવ કેસ નથી તે માટે સતત તંત્ર દ્રારા લોકો ને સાવચેત રહેવા અને લોકડાઉન નું પાલન કરવા અપીલ કરવા માં આવી રહી છે.
ત્યારે બાબરા તાલુકા ની અમારી ન્યુંજ ટીમ ના સભ્યો રાહુલભાઈ ડી. પરમાર, હિરેનભાઈ ચૌહાણ, આદિલખાન પઠાણ, હરેશભાઈ ડી. પરમાર અને હાર્દિકભાઈ તળાવીયા દ્રારા સતત તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં કવરેજ કરવામં આવી રહ્યું છે. અને તાલુકા ના સેવાડા ના ગામો માં થી માહિતી મેળવવા મા આવી રહી છે. લોકડાઉન નું ગ્રામ્ય વિસ્તારો માં કેવું પાલન થય રહ્યું છે તે ની માહીતી સરપંચો, ઉપ સરપંચો, સભ્યો અને ગામો ના આગેવાનો પાસે થી મેળવવા માં આવે છે. આજ રોજ અમારી ટીમ દ્રારા બાબરા ના જીવાપર, વાવડી, ધુંધરાળા, મિયા ખિજડીયા, ઉંટવડ, નવાણીયા, કરણુકી, પાનસડા, ગરણી, થોરખાણ, રાણપરા, અને નડાળા ગામોની મુલાકાત કરી હતી અને અહિ ના સરપંચો તથા ઉપ સરપંચો સાથે સાથે વાતચીત કરી લોકડાઉન નું કેવી રીતે પાલન થાય છે તેની માહીતી મેળવી હતી. તાલુકા ના તમામ ગામો માં લોકડાઉન નું ખુબ સારી રીતે પાલન થય રહ્યું છે. તેમજ અમુક ગ્રામ્ય વિસ્તાર માં અમુક લોકો કામ વગર આડાફેરા મારતા પણ દેખાય આવેલ હતા. પણ મોટા ભાગ ના ગામો માં સારી રીતે લોક ડાઉન નું પાલન થતું જણાય આવેલ છે.
ગ્રામ્ય વિસ્તારો માં સરપંચો દ્રારા જાહેર માં ઓટા બાકડા પર કાંટા તેમજ કાળુ ઓઈલ નાખી દેવામાં આવેલ છે જેથી કોઈ માણસો કામ વગર ભેગા થઈ બેસે નહી. તેમજ અમરેલી જીલ્લા બહાર ના લોકો ને ગામો મા પ્રવેશ નથી આપવા માં આવતો.
બાબરા તાલુકા ની સમગ્ર માહિતી એકઠી કરવા માટે અમારી ન્યુંજ ટીમ સતત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી રહી છે તેમજ ગ્રામ્ય વિસ્તારોનાં લોકો સાથે વાતચીત કરી માહીતી મેળવી રહી છે. તેમજ જ્યા લોકડાઉન નું પાલન નથી થતું તે બાબતે તંત્ર નું ધ્યાન દોરવા ની કોષિશ કરી રહ્યી છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા