નવી દિલ્હી
રસ્તા અમારા કારણે જામ થયા નથી. પોલીસે રસ્તા બંધ રાખ્યા છે. અમે તે ધરણાનો ભાગ નથી. જસ્ટિસ ખંડવિલકરે કહ્યું કે તમે ધરણા પણ ધરશો અને કોર્ટમાં અરજી પણ દાખલ કરશો. સુનાવણી દરમિયાન અરજીકર્તાએ કહ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે ધરણા ધરીને ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ કરવા માંગીએ છીએ. જેના પર જસ્ટિસ ખંડવિલકરે કહ્યું કે જાે તમે તે ધરણાનો ભાગ નથી તો અરજી પર નોટિસ કરીશું. ત્યારબાદ વકીલ અજય ચૌધરીએ કહ્યું કે અમે સોગંદનામું આપીશું કે અમે રસ્તા જામ કરી ધરણા ધરનારા ખેડૂતોમાં સામેલ નથી. સુપ્રીમ કોર્ટે અરજીની કોપી અટોર્ની જર્નલ (છય્) ને આપવાનું કહ્યું છે. આ મામલે આગામી સુનાવણી ૪ ઓક્ટોબરના રોજ થશે. દેશની રાજધાની દિલ્હીમાં જંતર મંતર પર ધરણા કરવાની મંજૂરી મામલે સુપ્રીમ કોર્ટે કિસાન મહાપંચાયતને ફટકાર લગાવી છે. જસ્ટિસ ખંડવિલકરે કહ્યું કે તમે લોકોએ ધંધો બનાવી લીધો છે. તમારા લોકોના કારણે રસ્તા જામ થઈ ગયા છે. લોકો રસ્તાઓ પર અનેક કલાક સુધી ઊભા રહે છે. તમે સમગ્ર શહેરને બંધક બનાવ્યું અને હવે શહેરની અંદર ઘૂસવા માંગો છો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારી પાસે અધિકાર છે તો સામાન્ય નાગરિકો પાસે પણ અધિકાર છે. સુપ્રીમ કોર્ટની જગ્યાએ તમે હાઈકોર્ટ પણ જઈ શકતા હતા. તમે શહેરની અંદર ઘૂસીને પ્રદર્શન કરવા માંગો છો.
