નવીદિલ્હી
બ્રિગેડિયર એલ.એસ. લિદ્દરની ૧૭ વર્ષની દીકરી આશનાએ જ તેના પિતાના અંતિમસંસ્કાર કર્યા છે. આશના આજે સ્માશાનમાં બહાદુર પિતાની બહાદુર દીકરી દેખાઈ હતી. આશાનાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે મારી પિતા સાથેની ૧૭ વર્ષની ખૂબ સુંદર યાદો છે. મારા પિતા મારા હીરો હતા. તેમણે મને હંમેશાં આગળ વધવાની પ્રેરણા આપી છે. મારા પિતાના નિધનથી અમારી સાથે સાથે દેશને પણ ખૂબ મોટી ખોટ પડી છે. આજે સવારે તેમના પાર્થિવદેહને આર્મી બેઝ હોસ્પિટલથી શંકર વિહાર તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યાર પછી દિલ્હી કેન્ટના બરાડ સ્ક્વેરમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમને અંતિમ વિદાય આપવા માટે સેના- પ્રમુખ જનરલ એમએમ નરવણે, નૌસેના-પ્રમુખ એડમિરલ આર. હરિ કુમાર અને વાયુસેના-પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી પહોંચ્યા હતા. દિલ્હી કેન્ટમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. -ભારે વાતાવરણ અને ભીની આંખોથી લિદ્દર પરિવારે બ્રિગેડિયર એલ.એસ. લિદ્દરના અંતિમસંસ્કાર કર્યા. બ્રિગેડિયરની પત્ની ગીતિકા અને તેમની ૧૭ વર્ષની દીકરી આશનાના જીવનમાં હવે બ્રિગેડિયરની યાદો સિવાય કશું જ રહ્યું નથી. બ્રિગેડિયરની દીકરીએ આશનાએ જ અંતિમસંસ્કાર કર્યા છે અને સાથે સાથે સ્મશાનમાં તેની માતાને પણ સંભાળી છે. જાણે કે ૧૭ વર્ષની સગીર દીકરી અચાનક મોટી થઈ ગઈ હોય એવું લાગતું હતું, પણ કદાચ તેની પાસે બીજાે કોઈ વિકલ્પ પણ નથી. અંતિમસંસ્કાર પછી બ્રિગેડિયરનાં પત્ની ગીતિકાએ ન્યૂઝ એજન્સી છદ્ગૈં સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, આપણે તેમને સારી રીતે હસતા ચહેરે વિદાય આપવી જાેઈએ… ગીતિકા અંતિમ દર્શન કરતી વખતે બ્રિગેડિયરના માથા પાસે જ બેઠાં હતાં. તેઓ સતત રડતાં હતાં અને વારંવાર કોફિનને કિસ કરતાં હતાં. તેમણે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં કહ્યું હતું કે તેમને ઘણા મિત્રો હતા, તેઓ લોકોમાં ખૂબ પ્રેમ વહેંચતા હતા અને એટલે જ આજે આટલા બધા લોકો તેમના અંતિમસંસ્કારમાં આવ્યા છે. આપણે તેમને સારી રીતે વિદાય આપવી જાેઈએ, હસતા ચહેરે. હું એક સોલ્જરની પત્ની છું. આજે ગર્વ કરતાં દુઃખ વધારે છે, કેમ કે હજી જીવન ઘણું લાંબું છે, જે અમારે એકલાએ જ પસાર કરવાનું છે, પરંતુ હવે ભગવાનને આ મંજૂરી છે તો ઠીક છે. ગીતિકાએ વધુમાં કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે પાછા આવી જાય, પણ મને ખબર છે કે એ શક્ય નથી. તેઓ ખૂબ સારા પિતા હતા. મારી દીકરી તેમને વધારે મિસ કરવાની છે. આ અમારી એક મોટી ખોટ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઘરેથી શું કહીને ગયા હતા? ક્યારે પાછા આવવાના છે? ત્યારે ગીતિકાએ કહ્યું હતું કે બસ, ગઈકાલે તો આવી જવાના હતા પણ….બસ આટલું કહ્યા પછી ગીતિકા પાસે કહેવા માટે કોઈ શબ્દો નહોતા. કેમ કે એ પછી આપણે બધા જાણીએ છીએ કે શું થયું. એલ.એસ. બ્રિગેડિયર ગઈકાલે ઘરે પાછા આવી જવાના હતા, પરંતુ આવ્યો તેમનો મૃતદેહ અને આજે તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે.