નવીદિલ્હી
તાજેતરમાં જેલમાં એક મહિલાને મળી હતી, જેણે તેને કહ્યું હતું કે તે કાશ્મીરમાં શીના બોરાને મળી હતી. ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈ ડાયરેક્ટરને કાશ્મીરમાં શીના બોરાને શોધવા માટે પણ કહ્યું હતું. ઈન્દ્રાણી મુખર્જી શીના બોરા મર્ડર કેસમાં મુખ્ય આરોપી છે અને ૨૦૧૫થી મુંબઈની ભાયખલા જેલમાં કેદ છે. ઈન્દ્રાણી મુખર્જીની જામીન અરજી પણ બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈન્દ્રાણી જામીન માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે. એપ્રિલ ૨૦૧૨માં, ૨૪ વર્ષીય શીનાની નવી મુંબઈ નજીકના જંગલોમાં કારની અંદર કથિત રીતે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને મૃતદેહનો પડોશી રાયગઢ જિલ્લામાં નિકાલ કરવામાં આવ્યો હતો. ૨૦૧૫માં હત્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઈન્દ્રાણી ઉપરાંત તેના ડ્રાઈવર શ્યામવર રાય અને પૂર્વ પતિ સંજીવ ખન્નાની પણ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. ઈન્દ્રાણીના તત્કાલીન પતિ પીટરને બાદમાં આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ મુજબ, શીનાના રાહુલ સાથેના સંબંધો સામે ઈન્દ્રાણીના વિરોધ ઉપરાંત હત્યા પાછળ નાણાકીય વિવાદ પણ સંભવિત કારણ હતુ. આ પછી કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ કેસમાં ઈન્દ્રાણી મુખર્જી ૨૦૧૫થી મુંબઈની ભાયખલા જેલમાં કેદ છે.શીના બોરા મર્ડર કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે તેની પુત્રી શીના બોરા જીવિત છે અને હાલમાં તે કાશ્મીરમાં છે. આ માટે ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈ ડાયરેક્ટરને પત્ર પણ લખ્યો હતો. હવે આ મામલામાં તેના વકીલ સના આર ખાનનું કહેવું છે કે તે સીબીઆઈની (ઝ્રમ્ૈં) નિષ્પક્ષ તપાસ માટે અરજી દાખલ કરશે. વકીલ સના આર ખાને જણાવ્યું કે ઈન્દ્રાણી મુખર્જીએ તેને કહ્યું કે એક મહિલા અધિકારીએ તેને જાણ કરી હતી કે તે ૨૪ જૂને દાલ લેક પાસે શીના બોરાને મળી હતી. વકીલે કહ્યું કે મહિલા અધિકારી સીબીઆઈ સમક્ષ પણ પોતાનું નિવેદન આપવા તૈયાર છે. હું સીબીઆઈને નિષ્પક્ષ તપાસ કરવા નિર્દેશ આપવા અરજી કરીશ.
