નવીદિલ્હી,
વાતાવરણ ત્યારે વધુ ગમગીન બન્યું જ્યારે આ દુર્ઘટનામાં શહીદ થયેલા બ્રિગેડિયર એલએસ લિદ્દરની દીકરી આશ્નાએ પિતાના કોફિન પાસે પહોંચી. થોડીવાર જાેતી રહી અને પછી નમીને તેમના તાબૂતને ચૂમ્યું હતું. આશ્ના ૧૨માં ધોરણની વિદ્યાર્થિની છે.કુન્નૂરની હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ઝ્રડ્ઢજી જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા સહિત ૧૩ લોકોના પાર્થિવ શરીર ગુરૂવારે રાત્રે નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અને અન્ય લોકોની સાથે શહીદોના પરિવારના લોકો પણ અહીં હાજર હતા. વાતાવરણ એકદમ ગમગીન હતું. દરેક આંખો અશ્રુઓથી છલકાયેલી હતી. જનરલ રાવતની દીકરીઓ તાબૂતમાં રાખેલા પિતાના પાર્થિવ દેહને એકીટશે જાેતી હતી.