Delhi

ભારતમાં ૨૪ ડિસેમ્બરને રાષ્ટ્રિય ગ્રાહક દિવસમાં ઉજવાય છે

,નવીદિલ્હી
ગ્રાહકોને તેમના હક્કો આપવા માટે ગ્રાહક સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવ્યો છે. હવે કોઈપણ ગ્રાહક આ કાયદા હેઠળ અન્યાયી વેપારની ફરિયાદ કરી શકે છે. આ માટે તેમને સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. પહેલાના જમાનામાં વ્યાપારી વ્યવહારમાં વધુ હેરાફેરી થતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો છે. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહકોને માહિતીનો અધિકાર, પસંદગીનો અધિકાર, સાંભળવાનો અધિકાર, નિવારણનો અધિકાર અને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકારોનો ઉપયોગ કરીને હવે ગ્રાહકો કોઈપણ સમસ્યાનું સમાધાન જાણી શકશે. આ વર્ષના રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની થીમ ‘પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારણ’ છે. તેનો હેતુ ગ્રાહકના અધિકારોનો આદર કરવાનો અને સ્વચ્છ વાતાવરણ માટે ટકાઉ પ્રથાને પ્રોત્સાહન આપવાનો છે. ગ્રાહક અધિકાર મંત્રાલય પહેલાથી જ ‘જાગો ગ્રાહક જાગો’ નામનું અભિયાન ચલાવી રહ્યું છે.ભારતમાં દર વર્ષે ૨૪ ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રિય ગ્રાહક દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. ૨૪ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ ગ્રાહક અધિનિયમ લાગૂ કરવામાં આવ્યો હતો. ૧૯૯૧ અને ૧૯૯૩માં આ નિયમમાં સંશોધન કરાયા. આ નિયમને વધારે ને વધારે ઉપયોગમાં લાવવા માટે વર્ષ ૨૦૦૨ના ડિસેમ્બરમાં એક વ્યાપાર સંશોધન લવાયું. આ પછી ગ્રાહક સંરક્ષણ અધિનિયમને ૧૫ માર્ચ ૨૦૦૩થી લાગૂ કરાયા હતા. ગ્રાહક સંરક્ષણ નિયમને ૧૯૮૭માં પણ સંશોધિત કરાયો હતો. આ પછી ૫ માર્ચ ૨૦૦૪માં તેને પૂરી રીતે નોટિફાઈ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *