નવી દિલ્હી
ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટિ્વટરના માધ્યમથી અશોક ગેલહોત સરકાર પર નિશાન સાધ્યું હતું. ટિ્વટમાં જમવારામગઢના ખાતેપુરા ખાતે એક મહિલાની ઘરેણાં લૂંટ્યા બાદ ર્નિદયતાપૂર્વક હત્યા થઈ તેને રાજ્ય સરકાર માટે શરમજનક ઘટના ગણાવી હતી. સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા આટલા લાચાર કેમ બની ગયા તેનો કોંગ્રેસ સરકારે જવાબ આપવો જાેઈએ તેવી માગ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં લૂંટ બાદ એક મહિલાની ર્નિદયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યાની આ ઘટના બાદ ભાજપ રાજ્યની કોંગ્રેસ સરકાર પર હુમલાવર છે. ઉલ્લેખનીય છે કે, જયપુરથી ૪૦ કિમી દૂર આવેલા ખાતેપુરા ગામમાં ધોળા દિવસે એક પરીણિતાના ચાંદીના ઘરેણાંની લૂંટ કર્યા બાદ લૂંટારૂઓએ કુહાડી વડે પગ કાપીને તેની હત્યા કરી દીધી હતી. તે મહિલાએ સોનાની વાળીઓ ઉપરાંત ૧.૨૫ કિગ્રા વજનના ચાંદીના કડા પહેરી રાખ્યા હતા. એસપી ગ્રામીણ શંકર દત્ત શર્માએ ૪૦૦ પોલીસ કર્મચારીઓ સાથે ૩૦ ટીમો હત્યારાઓને શોધવા તપાસ કરી રહી હોવાની માહિતી આપી હતી. પોલીસ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયાર કે અન્ય કોઈ પણ પુરાવા શોધવા માટે સમગ્ર વિસ્તારની તલાશી લઈ રહી છે. તે સિવાય ડોગ સ્ક્વોડ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ટીમ, સાઈબર ટીમ વગેરેને પણ તૈનાત કરવામાં આવ્યા છે. તે સિવાય પીડિતાના પરિવારજનોને વળતર પેટે ૮ લાખ રૂપિયા અને એક ડેરી બૂથ આપવાની જાહેરાત કરવામાં આવી છે.