Delhi

ભારત દ્વારા દુશ્મન ટેન્કોનો સફાયો કરવાની પ્રેક્ટિસ

નવી દિલ્હી
ભારતીય સેનાએ અરૂણાચલ પ્રદેશમાં જબરદસ્ત યુધ્ધાભ્યાસ શરૂ કર્યુ છે. બુમલામાં ચાલી રહેલા અભ્યાસમાં ભારતીય સેના અસલી જંગ લડી રહી હોય તેમ અભ્યાસ કરી રહી છે. જ્યાં સેના અભ્યાસ કરી રહી છે તે જગ્યા તવાંગથી ૩૭ કિલોમીટર દુર અને ચીનના સોન જાેંગ શહેરથી માત્ર ૪૩ કિલોમીટર દુર છે. આ અભ્યાસ દરમિયાન વરસાદ અને ઓક્સિજનની અછત પણ સૈનિકોને ડગાવી શકી નથી. ભારતીય જવાનોએ વરસાદ વચ્ચે પણ જાેરદાર દમખમ દેખાડ્યુ હતુ. સેનાએ દુશ્મન ટેન્કોને તબાહ કરવાની તેમજ દુશ્મન સૈનિકો પર આર્ટિલરી ફાયર કરવાની પ્રેક્ટિસ કરી હતી. ટેન્કોને તબાહ કરવા માટે ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સેનાના અધિકારીઓનુ કહેવુ છે કે, જવાનોને શારીરિક અને માનસિક રીતે સજ્જ રાખવા માટે આ પ્રકારના યુધ્ધાભ્યાસ જરૂરી હોય છે. સેનાએ એલએસી પર એમ૭૭૭ અલ્ટ્રા લાઈટ હોવિટ્‌ઝર તૈનાત કરી છે. બોફોર્સ તોપોની સાથે સાથે નિયમિત આર્ટિલરી એટેકનો અભ્યાસ થઈ રહ્યો છે. બોફોર્સ તોપોને અપગ્રેટ કરવામાં આવી છે અને સેનાએ આ વિસ્તારમાં આર્ટિલરી કમાન્ડ એન્ડ કોમ્બેટ સિસ્ટમ પણ બનાવી છે. સેના ઉપગ્રહો, ડ્રોન અને ગ્રાઉન્ડ કેમેરા થકી ચીનની હિલચાલ પર રીયલ ટાઈમ મોનિટરિંગ કરી રહી છે.હજારો ફૂટની ઉંચાઈ પર લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પાસે ભારત અને ચીનની સેના આમને સામને છે. ચીન દ્વારા કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક હરકત થાય તો તેનો જવાબ આપવા માટે ભારતીય સેના સજ્જ છે.

practice-of-clearing-enemy-tanks.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *