Delhi

વડાપ્રધાન મોદી સાથે મણિનગર સ્વામિનારાયણ આચાર્યની શુભેચ્છા મુલાકાત

દિલ્હી
સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે વડાપ્રધાન મોદીને પ્રસન્નતાની પાઘ, શાલ, રક્ષાસૂત્ર, કુમકુમનો ચાંલ્લો અને સ્વર્ણિમ કળશ અર્પણ કરી આશીર્વાદ અર્પણ કર્યા હતા. શુભેચ્છા મુલાકાતમાં મુનિભૂષણદાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિર, દિલ્હીના મહંત ધર્મનંદનદાસજી સ્વામી,સર્વાત્મપ્રિયદાસજી સ્વામી, શરણાગતવત્સલદાસજી સ્વામી, ગુરુપ્રિયદાસજી સ્વામી, કીર્તિભાઈ વરસાણી તથા નિમિત્ત કાકા ઉપસ્થિત રહ્યા હતાદિલ્હીમાં સ્વામિનારાયણ મંદિરના ૪૩ મા પ્રતિષ્ઠોત્સવની પૂર્વ સંધ્યાએ સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત થઈ હતી. જેમાં આચાર્ય સ્વામીમહારાજ તથા વડાપ્રધાને અતીતના સંસ્મરણોને યાદ કર્યા હતાં. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મને ત્રણ સ્વામિનારાયણ ગાદીની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના વારસદારોના દિવ્ય આશીર્વાદ અને પાવનકારી સાનિધ્યમાં ચરણોમાં બેસવાનો અણમોલ લ્હાવો અનેકવાર પ્રાપ્ત થયો છે. મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, હું સ્વામિનારાયણ ગાદીના જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપા, સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજ – આમ ત્રણ ત્રણ પેઢીઓના દર્શન, આશીર્વાદ પામ્યો છું. મોદીએ આ શુભેચ્છા મુલાકાત સમયે અનેક સંસ્મરણો વાગોળ્યા હતા.

Naredra-modi-ad-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *