રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન ખાતાના કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની શુભેચ્છા મુલાકાત લઇને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલ કામગીરી અને આગામી આયોજનો અંગે સવિસ્તૃત માહિતી આપી હતી. લગભગ ૧૫ મિનીટ સુધી વડાપ્રધાનશ્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત વખતે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ તથા રાજ્યના ખેડૂતોની સમસ્યાઓ અંગેની ચર્ચા શ્રી રાઘવજી પટેલ સાથે કરી હતી અને રાઘવજી પટેલને તેઓની કામગીરીમાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


