Delhi

રશિયન પ્રમુખ પુતિન ૬ ડિસેમ્બરે આવશે ભારત, ભારત અને રશિયા વચ્ચે ૨૧મી વાર્ષિક સમિટ

નવીદિલ્હી
૬ ડિસમ્બરે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આવશે ભારતના અધિકારિક પ્રવાસે. આ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશેષ બેઠકો યોજાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, ભારત-રશિયાની ૨૧મી સમિટનું આયોજન પણ આ દરમિયાન થયેલું હોવાથી પીએમ મોદી અને પુતિન આ બેઠકમાં ભાગ લેશે. ૬ ડિસેમ્બરે જ ભારત અને રશિયાના વિદેશ-સંરક્ષણ મંત્રીઓ વચ્ચે દિલ્હીમાં ૨ ૨ બેઠકનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત અફઘાનિસ્તાન, સીરિયા, કોરોના અને અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દે પણ બંને દેશના વડાઓ વચ્ચે બેઠક યોજાવાની છે. આ ઉપરાંત દ્વિપક્ષીય કૂટનીતિ અને ભાગીદારી અંગે પણ ચર્ચા યોજવામાં આવશે. ભારત અને રશિયાના જી-૨૦થી માંડીને બ્રિક્સ અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સહિતના વર્ષ દરમિયાન થયેલા કાર્યો અને બેઠકોની પણ સમીક્ષા કરવામાં આવશે. બાગચીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં એસ. જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હાજરી આપશે અને રશિયાના પોતાના કાઉન્ટરપાર્ટ રશિયન વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ અને સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરશે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં રશિયા અને ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બને તે માટે સમયાંતરે આવી બેઠકો અને પ્રવાસનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત હાલમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિતના કેટલાક દેશો સાથે ૨ ૨ સ્તરે ચર્ચા કરી રહ્યો છે.

Russian-President-Putin-will-visit-India-on-December-6.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *