Gujarat

ઉનાના ઉમેજ ગામે ગે.કા.રેતી ચોરીની રજુઆત કરતા બે યુવાનને જાનથી મારીનાખવાની ધમકી મળી…

આર ટી આઈ એક્ટિવિસ્ટ અને પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતી ના અધ્યક્ષને પોલીસમાં રજુઆત કરી.

 

ઉનાના ઉમેજ ગામના રાવલ નદીમાં ગે.કા. રેતી ચોરી થતી હોય જે અંગેની આર.ટી. આઈ એક્ટિવિસ્ટ અને પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતીના અધ્યક્ષ હર્ષદ બાંભણીયાએ રેતી ચોરી બંધ કરાવવા રજુઆત કરેલ હોય આથી ઉમેજ ગામના શખ્સે ફોન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને પોલીસમાં શખ્સ સામે કાર્યવાહી કરવા રજુઆત કરેલ છે..

ઉમેજ ગામે રહેતો આસિફભાઈ એ ટેલિફોનના માધ્યમથી આર.ટી. આઈ એક્ટિવિસ્ટ અને પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતીના અધ્યક્ષ હર્ષદ બાંભણીયા તેમજ ઓફીસમાં કામ કરતા સાગરભાઈ પરમારને ગાળો કાઢી કહેલ કે ગરાળ, સામતેર, ઉમેજ બાજુ દેખાશો તો જાનથી મારી નાખીસ તેવી ધમકી આપવામાં આવી છે. આ બાબતે ઉના પોલીસમાં રજુઆત કરી ધમકી આપનાર શખ્સ વિરૂધ ફરીયાદ નોધી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરેલ હતી..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *