ગિરગઢડા
ભરત ગંગદેવ.
કોડીનાર નાલંદા વિદ્યાલય ખાતે કોડીનાર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપનાર શિક્ષકો અને ચોથી જાગીર સમાન પત્રકારોનો સન્માન સમારોહ યોજાયો હતો.તમામ મહાનુભાવોને પ્રથમ જ્યોતિર્લીં સોમનાથ દાદાની પ્રતિકૃતિ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સમયે શૈક્ષિક મહાસંઘના અગ્રણીઓ,શિક્ષકો અને પત્રકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તમામે કોવિડની ગાઈડલાઈનનું પાલન કર્યું હતું.


