Gujarat

ખેડા જિલ્લામાં એક જ દિવસમાં બે જગ્યાએથી મોટરસાયકલની ચોરી

નડિયાદ
ખેડા જિલ્લાના અંગાડીમાં ગળતી નદીના ઢાળ પર બપોરના સમયે પોતાનું મોટરસાયકલ પાર્ક કરી તેઓ કેબલ ચેક કરવા ગયા હતા. દરમિયાન કોઈ ચોર ઈસમે તેમની પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી કરી હતી. પરત ફરેલા મયાદીને પોતાનું મોટરસાયકલ નિયત જગ્યાએ નજાેતાં આસપાસના વિસ્તારોમાં તપાસ આદરી હતી. પરંતુ આજ દિન સુધી તેમના મોટરસાયકલની કોઈ ભાળ નહી મળતાં તેમણે આ અંગે સેવાલીયા પોલીસ મથકે ફરીયાદ આપી હતી.ખેડા જિલ્લામાં દિવસે દિવસે વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં વાહન ઉઠાંતરીના બે અલગ અલગ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં નડિયાદ ટાઉન વિસ્તારમાં અને ગળતેશ્વરના અંગાડી પાસેના બનાવ સામે આવ્યા છે. આ બંન્ને બનાવો સંદર્ભે વાહન માલિકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. નડિયાદ તાલુકાના ચકલાસી લાખાનગરમાં રહેતા અમિતભાઈ રમણભાઈ વાઘેલા ૧૯મી ડિસેમ્બરના રોજ પોતાની મોટર સાયકલ લઈને નડિયાદ શહેરના ઉત્તરસંડા રોડ પર આવેલા ડી માર્ટમાં ખરીદી કરવા ગયાં હતાં. ત્યારે તેઓ મોટર સાયકલ ડી માર્ટની બહાર પાર્ક કરી ખરીદી કરવા ગયાં હતાં. ખરીદી કરી બહાર આવી જાેતાં મોટર સાયકલ જાેવા મળ્યું નહોતું. તેમજ તેની શોધ ખોળ કરવા છતાં મળી ન આવતાં મોટર સાયકલ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ સંદર્ભે અમિતભાઈ રમણભાઈ વાઘેલાએ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉઠાંતરીના અન્ય એક બનાવમાં વડોદરા જિલ્લાના સાવલીના ટુંડાવા ગામે રહેતા મયાદીન અનવરભાઈ રાઠોડ પોતે દ્ગય્હ્લય્દ્ગન્ કંપનીમાં કેબલ ઓપરેટર તરીકે કામ કરે છે. જેથી ગળતેશ્વર અને ઠાસરા સુધી અંડરગ્રાઉન્ડ કેબલને ચેક કરવાની તેમની કામગીરી હોવાથી ગત ૧૦મી ડિસેમ્બરના રોજ આ રૂટ પર કેબલ ચેક કરવા પોતાનું મોટરસાયકલ લઈને નીકળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *