ગિરગઢડા
ભરત ગંગદેવ
સમગ્ર દેશમાં અને રાજ્યમાં વિવિધ કર્મચારીઓના ફેડરેશન દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા બાબતે ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ ને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું, સાથે સાથે વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવેલ. આ તકે ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વજેસિંહભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પરબતભાઇ ચાંડેરા, ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ દિપકભાઈ નિમાવત, ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી ભરતભાઈ ચિરોલીયા, ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રચારમંત્રી ભરતભાઈ વાઘ, ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠન મંત્રી જીતેન્દ્રભાઈ રાઠોડ, ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરજણભાઇ લાખણોત્રા, ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી ચંદુભાઇ ડાભી, તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મયુરભાઈ વસોયા, સુત્રાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જશુભાઈ બળાઈ, ગીર ગઢડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રણજીતભાઇ ઝાલા, ભાવેશભાઈ પંપાણીયા – સુત્રાપાડા, મેણસીભાઈ જાદવ – વેરાવળ, અજીતસિંહ ગોહિલ – ઉના ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.


