Gujarat

જામજાેધપુરમાં પત્નીને પેટ્રોલ છાંટી જીવતી સળગાવવાનો બનાવ

જામનગર
જામજાેધપુર તાલુકાના સડોદર ગામે રહેતા અને ખેતમજુરી કરતા ભાવનાબેન નરેશભાઇ મારવાડી નામની પરિણીતાએ પોતાના પર તથા પુત્ર રણજીત (ઉ. વ.૦૮) પર પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવા અંગે પોલીસમાં પોતાના પતિ નરેશ કનુભાઇ મારવાડી સામે ફરીયાદ નોંધાવી છે.આ બનાવના પગલે પોલીસે ભોગગ્રસ્ત પરિણીતાનુ નિવેદન નોંધી અગાઉ આરોપી પતિ સામે હત્યા પ્રયાસ મામલે ગુનો નોંધ્યો હતો. જે બનાવ હત્યામાં પલટાતા પોલીસે ખુનના ગુનાનો ઉમેરો કરી આરોપી નરેશ મારવાડીને અટકાયત કરી હતી જેને બાદમાં જેલમાં મોકલી દેવાયો હતો. જયારે ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતા અને તેના પુત્રને તુરંત સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયાં સારવારમાં ગત તા. ૧૭ના રોજ ભાવનાબેનનુ મૃત્યુ નિપજયુ હતુ. જયારે માસુમ બાળક સ્વસ્થ થતા તેને હોસ્પીટલમાંથી રજા અપાઇ હતી.જામજાેધપુર તાલુકાના સડોદર ગામે નવરાત્રી પર્વ દરમિયાન પત્ની અને પુત્ર પર પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાના પ્રકરણમાં ગંભીર રીતે દાઝી ગયેલી પત્નીનુ સારવારમાં મૃત્યુ થયુ હતુ.આથી પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધી તેની અટક કરી જેલહવાલે કરી દેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *