Gujarat

જામનગરમાં પેટ્રોલ અને સીએનજીના ભાવ વધારાનો વિરોધ

જામનગર
જામનગરમાં રીક્ષા ચાલકોએ પેટ્રોલ-સીએનજીના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. શહેરના પ્રદર્શન મેદાનમાં ૧૨૫ ચાલકો એકઠા થતાં રિક્ષાના થપ્પા લાગ્યા હતાં. ઇંધણના ભાવમાં ભડકો, મોંઘવારીએ માઝા મૂકતા રીક્ષા ચાલકોએ મુસાફરી ભાડું વધારવા માંગણી કરી છે.
પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવમાં અસહ્ય વધારો થતાં ટ્રાન્સપોર્ટેશન મોંઘું બનતા મોંધવારીએ માઝા મૂકી છે. બીજી બાજુ પેટ્રોલ-સીએનજીના ભાવ વધારા સામે મુસાફરી ભાડાના દર યથાવત રહેતા રીક્ષા ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જામનગરમાં શનિવારે પેટ્રોલ અને સીએનજીના ભાવ વધારાથી રોષે ભરાયેલા ૧૨૫ થી વધુ રીક્ષા ચાલકો પ્રદર્શન મેદાનમાં એકઠા થયા હતાં. જયાં રીક્ષા ચાલકોએ દિન-પ્રતિદિન વધી રહેલા ઇંધણના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. આટલું જ નહીં મુસાફરી ભાડા વધારવા માંગણી કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *