Gujarat

જુનાગઢ જીલ્લા ભેસાણ તાલુકા ના ચુડા (સોરઠ ) મા આજરોજ ચુડા -પ્રા.આ.કેન્દ્ર તથા તાલુકા હેલ્થ કચેરી ભેસાણ સયુક્ત આરોગ્ય ટીમ સાથે ચુડા ગામે વેક્સિનેશન નો મેગા કેમ્પ યોજાય ગયો…

જુનાગઢ જીલ્લા ભેસાણ તાલુકા ના ચુડા (સોરઠ ) મા આજરોજ ચુડા -પ્રા.આ.કેન્દ્ર તથા તાલુકા હેલ્થ કચેરી ભેસાણ સયુક્ત આરોગ્ય ટીમ સાથે ચુડા ગામે વેક્સિનેશન નો મેગા કેમ્પ યોજાય ગયો…

ચુડા ગામે એ. બી. યુ. દોશી હાઈસ્કૂલ ખાતે માં તારીખ 23/07/2021 ને શુક્રવારે તમામ પ્રકારની તકેદારી સાથે 18 વર્ષ થી ઉપર ના વ્યકિત માટે ઓનલાઇન ઑન ધ સ્પોટ રજિસ્ટ્રેશન દ્વારા વેકસીનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓનલાઈન ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન પ્રક્રિયા થી ધણા લોકોએ આ લાભ મળી શકે તે હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેકસીન લેવા થી કોઈ પણ પ્રકાર ની તકલીફ પડતી નથી ખોટી અફવા થી દુર રહવા અને આરોગ્ય માટે અત્યારે કોરોના મહામારી ની ત્રીજી લહેર ને ધ્યાન મા રાખી તમામ પ્રકારની તકેદારી સાથે સંપુર્ણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 18 થી 45 વર્ષ તમામ લાભાર્થી ને કોરોના વેકસીનેસન ની સેવા મળી રહે તે માટે નો મેગા કેમ્પ ચુડા ગામની હાઈસ્કૂલ માં રાખવામા આવેલ જેમા કોઈ પણ વ્યકિત ચુડા આરોગ્ય કેન્દ્ર ની ટીમ સાથે ઓન ધ સ્પોટ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા થી વેકસીન લઈ શકાય તેવી વ્યવસ્થા સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમા અંદાજે 430 લાભાર્થી ઓ એ લાભ લઇ આગામી કોરોના ની ત્રીજી લહેર સામે ખુદને સુરક્ષીત કર્યા હતા.
આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય કુમારભાઈ બસિયા, તાલુકા ભાજપ પ્રમુખ, ઉમેશભાઇ બાંભરોટીયા, તાલુકા પંચાયત સદસ્યો ગાંડુભાઈ કથિરિયા, ઘનશ્યામભાઈ પટોળીયા, ચુડા ના સરપંચ જયસુખભાઈ વઘાસીયા, યુવા ભાજપ મંત્રી ઉદયભાઇ ગોંડલિયા, ગોરધનભાઈ વાસોલીયા.રવિભાઈ ધાંધલ, પંકજભાઈ વેગડા તથા
આરોગ્ય વિભાગ ના કર્મચારી

ડૉ. ચુડાસમા સાહેબ (તાલુકા હેલ્થ ઓફિસર શ્રી -ભેસાણ ) સાથે ચુડા પ્રા.આ.કેન્દ્રનાં મેડીકલ ઓફિસર શ્રી ડો. પલકબેન મોવલીયા ,ડો.હિરેન વૈષ્ણવ,મનોજભાઈ મકવાણા, વિજ્યાબેન ડોબરીયા અને તમામ સ્ટાફ એ ખૂબ જહેનત કરી કાર્યક્રમ ને સફળ બનાવેલ. વધુમા તાલુકા હેલ્થઓફિસર શ્રી ડો.ચુડાસમા એ જણાવ્યું હતું કે આગામી દિવસો મા તાલુકાના અન્ય ગામોમાંથી સહકાર મળશે તો આવા મેગા કેમ્પ માટે મારી આરોગ્ય ની ટીમ હમેશાં તૈયાર રહેશે..
રિપોર્ટર પંકજ વેગડા ભેસાણ

IMG-20210723-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *