Gujarat

જૂનાગઢમાં બોનસના પૈસા તમારા ખાતામાં જમા કરાવવાની લાલચ આપી છેતરપિંડી

જુનાગઢ
દેશમાં એકતરફ ડીજીટલ વ્યવહારો વધતા જાય છે તેમ તેમ લાલચ આપવા જેવા અનેક પ્રલોભનો આપી લોકો પાસેથી ખાતા નંબર, પાસવર્ડ અને એટીએમ કાર્ડના નંબરો મેળવી ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે જૂનાગઢના એક આધેડ આવી જ એક લાલચનો શિકાર બન્યા છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શહેરના દોલતપરામાં ઈન્દ્રેશ્વર રોડ પર રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા અરવિંદભાઈ ઘેલાભાઈ ચાવડાને ગત તા.૧૮-૯-૨૧ ના રોજ એક ફોન આવ્યો હતો. જેમાં સામેથી અજાણ્યા શખ્સએ બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી તમારા બનેવીએ નંબર આપ્યો છે.તેમને રૂ.૬૨૦૦ ની રકમનું બોનસ આપવાનું છે. જે રકમ હું તમારા બેંક ખાતામાં નાખું છું તમે તેને આપી દેજાે તેમ કહ્યુ હતું. ત્યારબાદ તેણે કોન્ફરન્સમાં વાત પણ કરાવી વિશ્વાસ અપાવ્યો હતો. અરવિંદભાઈ પાસેથી અજાણ્યા શખ્સએ એટીએમના આગળના ભાગે આવેલા ૧૬ આંકડાનો નંબર અને સીવીવી કોડ નંબર મેળવી લઈ અરવિંદભાઈના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂ.૪૯,૭૪૭ ટ્રાન્સફર કરી લીધા હતા. જેની જાણ થતા અરવિંદભાઈએ જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં રહેતા આધેડ સાથે એક શખસે છેતરપિંડી આચરી હતી. આધેડને ફાઇનાન્સ કર્મચારીની ઓળખ આપી બોનસના પૈસા તમારા ખાતામાં જમા કરાવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. શખસે આધેડ પાસેથી ખાતાની વિગતો મેળવી લઈ અડધા લાખની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. આ અંગે આધેડે સાયબર સ્ટેશનમાં ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *