Gujarat

ડોકોરમાં ૧.૩૭લાખની ચોરી કરી મકાન માલિક પર હુમલો કરાયો

નડિયાદ
ડાકોર શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષિય કમલેશ મહેન્દ્રભાઈ સોલંકી પોતે સસ્તા અનાજની દુકાન ચલાવે છે. તેઓની દીકરીની સુવાવડ હોવાથી તેઓ પોતાના પરિવાર સાથે ઉપરોક્ત મકાનેથી પોતાના સગાભાઈ શક્તિના મકાન જે ડુંગરા ભાગોળ વિસ્તારમાં આવ્યું છે ત્યાં રહેવા ગયા હતા. દિવસે કોઈકામ હોય તો ઉપરોક્ત શિવમ પાર્ક ખાતેના મકાને આવતાં હતા. ગત ૨૪મી ડીસેમ્બરના રોજ રાતના આશરે સાડા નવ વાગ્યાની આસપાસ કમલેશ સોલંકી પોતાના શિવમ પાર્કના મકાને પણ ગયા હતા. જ્યાં તેઓએ પોતાનું પાકીટ અને કાયમ પહેરતાં બે ચેઈન ઉતારી ઘરની તિજાેરીમાં મૂકી હતી. આ બાદ ઘરને બંધ કરી પરત પોતાના જુના મકાને આવ્યાં હતા. રાતના સવા ત્રણ વાગ્યાની આસપાસ કમલેશભાઈના શિવમ પાર્ક ખાતે રહેતા પાડોશી અજીત ચૌહાણનો કમલેશભાઈ પર ફોન આવ્યો હતો. પરંતુ કમલેશભાઈએ ફોન ન ઉપાડતાં તેઓની પત્નીએ કમલેશભાઈની પત્ની પર ફોન કરી જણાવ્યું હતું કે તમારા શિવમ પાર્ક ખાતેના મકાનમાં કોઈ ચોર ઘૂસ્યા છે. જેથી કમલેશભાઈ અને તેમનો ભાઈ શક્તિ બન્ને મધરાતે ત્યાં શિવમ પાર્ક સોસાયટીના મકાને પહોંચ્યા હતા. તો અંદર રૂમની લાઇટ ચાલુ હતી, જેથી કમલેશભાઈએ બુમાબુમ કરતાં ૩ તસ્કરો પૈકી એક તસ્કરે છુટો ઈંટારો માર્યો હતો. ત્યારબાદ કમલેશભાઈને ધક્કો મારી પાડી દીધા હતા. કમલેશભાઈએ રોકવાના પ્રયાસો પણ કર્યા પણ તસ્કરો અંધારાનો લાભ લઈ પલાયન થઈ ગયા હતા. પરત ઘરે આવી કમલેશભાઈએ તપાસ કરતાં ઘરની તિજાેરીને માલસામાન વેરવિખેર હાલતમાં હતો તસ્કરોએ રોકડ રૂપિયા ૨૯ હજાર, દોઢ – દોઢ તોલાની બે સોનાની ચેઇન, દોઢ તોલાની સોનાની લક્કી મળી કુલ રૂપિયા ૧ લાખ ૩૭ હજારના મત્તાના મુદ્દામાલની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આથી આ ચોરીની ઘટના સંદર્ભે કમલેશ સોલંકીએ આજે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.ઘટનાના બીજા દિવસે ડાકોર પોલીસે ડોગ સ્કવોડની મદદ લઈ કામગીરી હાથ ધરી છે. સોસાયટી નજીક આવેલ નદીની કોતરોમાં તસ્કરો ફરાર થઈ ગયા હતા. પોલીસે નિવેદનના આધારે તપાસ આરંભી તસ્કરો સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા છે.ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. કડકડતી ઠંડીમાં તસ્કરો બેફામ બનતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ફરિયાદો ઉઠી છે. ત્યારે ડાકોરની એક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. જાેકે, મધરાતે પડોશીએ મકાન માલિકને જાણ કરતાં મકાન માલિક મધરાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તસ્કરોએ મકાન માલિક પર હુમલો કર્યો હતો. તસ્કરોએ કુલ રૂપિયા ૧.૩૭ લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થવામાં સફળ થયા છે. આ બનાવ સંદર્ભે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

1.37-lakh-stolen-by-3-ISMOs-in-the-house.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *