મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
તોરણા મુકામે શ્રીમતી કે.સી. ભગત હાઈસ્કુલ ખાતે કપડવંજ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ‘રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ નિમિતે ગ્રાહક જાગૃતિ સેમીનાર યોજાયો.આ પ્રસંગે પ્રાંત અધિકારી અક્ષય પારધી , ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ વિષ્ણુભાઈ પારેખ, તોલ માપ અધિકારી મેસેરિયા, મંડળ ના પ્રમુખ મહેશભાઈ પટેલ, નવનીયુક્ત સરપંચ નવીનભાઈ પટેલ, શાળા ના આચર્યાશ્રી યોગેશભાઈ પટેલ, તેમજ મંડળ ના હોદેદારો અને શાળા ના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


