Gujarat

ધ્રાંગધ્રા જેગડવા ચોકડીએ નવા સ્વામી નારાયણ મંદિર નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

 (સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા)
ધ્રાંગધ્રા :
 ધાંગધ્રાના સુરેન્દ્રનગર રોડ ઉપર આવેલા જેગડવા ચોકડી પાસે નવા સ્વામીનારાયણ મંદિરનું સંતો-મહંતો અને મોટી સંખ્યામાં હરિભકતોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આ મંદિર નું નિર્માણ ધાંગધ્રાનાં જ પ્રખ્યાત પથ્થરમાંથી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું
ધાંગધ્રા શહેરમાં અનેક સ્વામિનારાયણ મંદિરો આવેલા છે મોટા ભાગના મંદિરો હળવદ રોડ ખાતે આવેલા છે ત્યારે ધ્રાંગધ્રાના શાસ્ત્રી  સત્યપ્રકાશ સ્વામી દ્વારા ધાંગધ્રા સુરેન્દ્રનગર  રોડ ઉપર આવેલા છે જેગડવા ચોકડી ખાતે નવું સ્વામિનારાયણ મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને આ મંદિરનું ખાતમુહૂર્ત શાસ્ત્રી સત્ય પ્રકાશ સ્વામી  મોરબીના ઉપયોગ પતિ જયંતીભાઈ પટેલ અને મોટી સંખ્યામાં સંતોમહતો  હરિભકતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ત્યારે શાસ્ત્રી  સત્યપ્રકાશ સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું કે આ મંદિરનુ ધાંગધ્રા પથ્થરમાંથી જ નિર્માણ કરવામાં આવશે અને મંદિરની અંદર રાધાકૃષ્ણ .ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન . મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે અને બાગ-બગીચા અને બાળકોને માટે વિવિધ રમતગમત માટે સાધનો લાઈટો સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે ખાસ કરીને લોકોની ધર્મ પ્રત્યેની ભાવના જાગે તે માટે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું  કાર્યક્રમને સફળ બનાવવા માટે હરિભકતો દ્વારા જહેમત ઉઠાવી હતી

IMG-20211126-WA0193.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *