Gujarat

ધ્રાંગધ્રા પુરવઠા વિભાગના રાજમાં ગરીબો નું અનાજ અસલામત પણ હા કાળાબજારીઓ ને લીલાલહેર? 

(કલાકો બન્યા દિવસ પણ ફરિયાદ નહિ, ગોડાઉન સીલ વગર કારણે કર્યું હશે?)
ધ્રાંગધ્રા :
ગત મંગળવાર નાં રોજ એક ખાનગી ગોડાઉન સીલ કરાયા ને આજે 4 દિવસ વીત્યા તેમ છતાંય   ધ્રાંગધ્રા પુરવઠા વિભાગ ફરિયાદ બાબતે મૌન ધારણ કરી બેઠું છે. શંકાસ્પદ લાગતી કાર્યશૈલી માં પ્રથમ તો ગોડાઉન માલિક તરીકે સરકારી અનાજના કોન્ટ્રાકટર ની સીધી સંડોવણી લોકચર્ચામાં છે તેમ છતાંય બિલ, જરૂરી કાગડો અને માલિકના જવાબ નું બહાનું આપી ને કલાકો વેડફવામાં આવ્યા હતાં. ખરેખર મીડિયા અને ધ્રાંગધ્રાવાસીઓને સબ સલામત કહીને માત્ર મામલો ઠંડો પાડવા માટેનાં બદઇરાદાઓનો નગરજનો ગણગણાટ કરી રહ્યા છે. કોઈ પણ ગોડાઉન જો કઈ જ શંકાસ્પદ ન હોય તો સીલ કઈ રીતે મારી શકાય અને જો ગેરકાયદેસર જથ્થો હતો તો કોના દોષ ને છુપાવવા રીતસર ની મહેનત ચાલું છે એ પ્રશ્ન હાલ ધ્રાંગધ્રા આખાને મૂંજવી રહ્યો છે. આટલી ગંભીર બાબતમાં પણ જિલ્લા પુરવઠા તંત્ર અને ધ્રાંગધ્રા પુરવઠા તંત્ર ગોડાઉન મેનેજરએ અનાજ ને લીલીઝંડી આપી છે અનાજ સરકારી નથી જેથી કોઈ કાર્યવાહી ની વાત જ નથી આવતી એમ જણાવે છે. પહેલા બિલ, જરૂરી કાગડો ની કાગારોળ સામે મૂકીને હવે માત્ર ગોડાઉન મેનેજર નાં જવાબ ને માન્ય રાખીને મુખ્ય અધિકારીઓ તમામ જવાબદારીઓ માં થી છટકવાના પ્રયાસ કરી રહ્યા હોય એમ હાલ સૂત્રો જણાવી રહ્યા છે. રાજ્ય સરકાર ગરીબો નાં કલ્યાણ માટે આયોજન સાથે કાર્ય કરતી હોય છે અને રાજ્ય લોકસેવક તરીકે જયારે પુરવઠા વિભાગ ઉપર જવાબદારીઓ હોય તયારે આવા ગંભીર કિસ્સામાં ગોડાઉન નાં અનાજ ની લેબોરેટરી કેમ નથી કરવામાં આવી એમ સામાજિક કાર્યકરો ગુસ્સા સાથે આક્ષેપ કરી રહ્યા છે. ગાંધીનગર પુરવઠા સચિવે આ બાબતને ગંભીરતાથી લઈને તટસ્થ તપાસ હાથે ધરવી જોઈએ. અનાજ નાં કાળાબજારીઓ ને પાસા કરવાની રાજ્યસરકાર તરફ થી કડક સૂચના છે તયારે આવા કાળાબજારીઓ સાથે જો રાજ્યસેવક જ સાંઠગાંઠમાં હોય તો સત્તાની મનમાની અને સત્તાનો દુરુપયોગ સાથે પવિત્ર ફરજ સાથે ગદ્દારી માટે ફરિયાદ એમના ઉપર પણ કરો એમ હાલ આખુ ધ્રાંગધ્રા માંગ કરી રહ્યું છે.

IMG-20211124-WA0118.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *