Gujarat

નડિયાદમાં ફીટ ઈન્ડિયા ફીટ ગુજરાત સાયક્લોથોન યોજાયો

નડિયાદ
નડિયાદમાં રવિવારે વહેલી સવારે ફીટ ઇન્ડિયા ફીટ ગુજરાત સાયકલોથોન કાર્યકમ યોજાયો હતો. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શારિરીક તંદુરસ્તી અને સુખાકારી પ્રવૃતી લોકો પોતાના જીવન શૈલીમાં અપનાવે તે હેતુથી નડિયાદ શહેરમાં આરોગ્ય પ્રદ જીવનશૈલી અંગે લોકોને સામુદાયીક પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા કક્ષાનો સાયકલોથોન કાર્યકમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ સાયક્લોથોનને લીલી ઝંડી આપી નિયત માર્ગ પર રવાના કરી હતી. આ સાયક્લોથોનમાં લગભગ ૭૫થી વધુ સાયકલ ચાલકો જેમાં સરકારી કર્મચારી, અધિકારી, એન.જી.ઓ. ખાનગી ડોક્ટર, વિદ્યાર્થીઓ વગેરે ભાગ લીધો હતો સાયકલ ચલાવી બિનચેપી રોગથી મુકિત, શારીરીક શ્રમ કરવાથી શરીરમાં હેપી હોર્મોન જેવા કે એનડોર્ફીન ,ડોપમાઇન સીરોટોનીન ઉત્પન થાય છે. જે શરીરમાં ઉર્જા વધારે છે. તેમજ માનસિક તણાવ ઓછો કરે છે અને તેમાં પણ સાઇકલીંગ કરવાથી આખા શરીરને કસરત મળે છે. તેનાથી શારીરીક કાર્યક્ષમતમાં વધારો થાય છે. સાઈકલીંગ થકી બિનચેપી બીમારીઓમાં ધટાડો, વાતાવરણમાં પ્રદુષણ પણ ઘટે તેમજ આર્થીક ફાયદો પણ થાય છે. આ કાર્યકમમાં જિલ્લા આરસીએચ અધિકારી, એપેડેમીક મેડીકલ ઓફીસર, કવોલીટી એસ્યોરન્સ મેડીકલ ઓફીસર, તાલુકા હેલ્થ ઓફીસર હાજર રહ્યા હતા.સરકારના ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત અંતર્ગત સાયકલ થકી બેનચેપી રોગથી મુક્તિના કાર્યક્રમ અંતર્ગત નડિયાદમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિનો સંદેશો ફેલાવવા સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. સરકારના ફીટ ઇન્ડિયાના સંકલ્પને નગરજનો સુધી પહોંચાડશે. સાઇકલ સવારી હેલ્થ માટે શ્રેષ્ઠ માધ્યમ છે. તેનાથી ફિટનેસનો સંદેશો ફેલાશે. બેઠાડુ જીવન અને પ્રદૂષણયુક્ત વાતાવરણમાં કસરત શ્રેષ્ઠ વિકલ્પ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *