ઊના અને નવાબંદર પોલીસે વિદેશી દારૂ પાકડી પાડેલ હોય તે જથ્થાનો આજે નાશ કરવામાં આવેલ હતો. ઉના શહેરના ગીરગઢડા રોડ પર આવેલ સ્યુગર ફેક્ટરી ખાતે ગીરસોમનાથ જીલ્લા એએસપી ઓમપ્રકાશ જાટ, ના.કલેક્ટર જે એમ રાવલ, મામલતદાર આર આર ખાંભરા, નશાબંધીના પીએસઆઇ એમ બી સોલંકી, ઉના ઇન્ચા.પીઆઇ જે વી ચુડાસમા, નવાબંદર પીએસઆઇ કે જે ચોહાણ તેમજ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ અને અધિકારીઓની ઉપસ્થિતીમાં વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૧ દરમ્યાન થયેલા પ્રોહિબીસનના ૨૩૦ ગુન્હા થયેલ તેમાં પકડાયેલ વિદેશી દારૂની જુદી જુદી બોટલો ૮૦૬૨ કુલ કિ.રૂ. ૧૪ લાખ ૫૪૫૫ ના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવેલ હતો…


