અમદાવાદ
રશિયાનું વહીવટીતંત્ર ધીમેધીમે સોશિયલ મીડિયા પર દબાણ ઊભું કરી રહ્યું છે અને તેમની પર આરોપ મૂકી રહી છે કે તેઓ ડ્રગ, હથિયારો અને વિસ્ફોટકોને લગતું કન્ટેન્ટ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ વર્ષે જ સરકારે ટેક કંપનીઓ પર આરોપ લગાવ્યો હતો કે જેલમાં કેદ એલક્સેઈ નવલનીના સમર્થનના આયોજિત આંદોલનની જાહેરાતો હટાવી નહોતી. રશિયાની કોર્ટોએ આ પહેલા ગૂગલ, ફેસબુક અને ટ્વીટર પર સામાન્ય દંડ ફટકાર્યો હતો. મોસ્કો કોર્ટે પહેલીવાર દંડની રકમ રેવન્યૂના આધારે નક્કી કર્યો છે.રશિયામાં મોસ્કોની એક કોર્ટે ગૂગલને અંદાજિત ૧૦૦ મિલિયન ડૉલર એટલે કે અંદાજિત ૭૫૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગૂગલને આ દંડ સ્થાનિક કાયદામાં પ્રતિબંધિત કન્ટેન્ટ નહીં હટાવવાના કારણે ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદાને જાયન્ટ ટેક્નોલોજી કંપનીઓ સામેના રશિયાના આકરા વલણને દર્શાવે છે. સ્થાનિક કોર્ટે ચુકાદો આપ્યો કે ગૂગલ પ્રતિબંધિત કન્ટેન્ટ હટાવવાના વારંવારના આદેશને અવગણી રહ્યું છે. કોર્ટે કંપનીને વહિવટી દંડ તરીકે ૭.૨ બિલિયન રૂબલ્સ (અંદાજિત ૯૮.૪ મિલિયન ડૉલર) ચૂકવવાનો આદેશ આપ્યો છે. ગૂગલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેઓ કોર્ટના આદેશનો અભ્યાસ કરીને આગામી પગલા માટે ર્નિણય લઈશું.


