Gujarat

બનાસકાંઠા જિલ્લામાં ૧.૬૩ લાખ હેક્ટરમાં રાઈનું વાવેતર

પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષ તમાકુ અને જીરુંની ખેતી પણ સારા પ્રમાણમાં જાેવા મળી છે. જેમાં તમાકુમાં ભાભરમાં ૬૭ હેક્ટર ડીસામાં ૪૬૨ હેક્ટર દિયોદરમાં ૭૧૫ હેક્ટર ધાનેરામાં ૬૩૮ હેક્ટર, કાંકરેજમાં ૩૫૦૬ હેક્ટર, લાખણીમાં ૧૩૪ હેક્ટર સહિત જિલ્લામાં કુલ કુલ તમાકુની ખેતી ૫૫૨૨ હેક્ટર જમીનમાં કરવામાં આવી છે. બીજી તરફ જિલ્લામાં જીરુંનું વાવેતર પણ સારા પ્રમાણમાં જાેવા મળ્યું છે. જેમાં ભાભરમાં ૭૦૭ હેક્ટર, દાંતીવાડામાં ૨૮૮, ડીસામાં ૯૭૮ હેક્ટર, દિયોદરમાં ૨૯૦૯ હેક્ટર, ધાનેરામાં ૨૮૮ હેક્ટર, કાંકરેજમાં ૮૧૧૪ હેક્ટર, લાખણીમાં ૦૮ હેક્ટર, પાલનપુરમાં ૩૫ હેક્ટર, સુઇગામમાં ૬૧૩૮ હેક્ટર, થરાદમાં ૬૭૭૭ હેક્ટર, વાવમાં ૨૪ હજાર ૬૨૫ હેક્ટર મળીને કુલ જિલ્લામાં ૫૦ હજાર ૮૬૭ હેક્ટર જીરુંનું વાવેતર થયું છે. જિલ્લામાં બટાકાના વાવેતરની વાત કરીએ તો અમીરગઢમાં ૨૪૮૬ હેક્ટર, ભાભરમાં ૭૫ હેક્ટર, દાંતામાં ૧૨ હેક્ટર, દાંતીવાડામાં ૫૮૮૪, ડીસામાં ૩૨ હજાર ૦૮૮ હેક્ટર, દિયોદરમાં ૨૨૬૮ હેક્ટર, ધાનેરામાં ૫૮૫ હેક્ટર, કાંકરેજમાં ૮૮૬ હેક્ટર, લાખણીમાં ૫૮૪૨ હેક્ટર, પાલનપુરમાં ૩૯૦૧ હેક્ટર, વડગામમાં ૪૮૭૫ હેક્ટર સહિત બનાસકાંઠા જિલ્લામાં ટોટલ ૫૮ હજાર ૯૦૨ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું છે.બનાસકાંઠા ચાલુ વર્ષમાં રેકોર્ડબ્રેક વાવેતર રાઈનું કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં એવરેજ રાઈનું વાવેતર ૧.૩૮ લાખ હેક્ટર હતું. જે ચાલુ વર્ષમાં ૧.૬૩ લાખ એટલે કે ૨૫ હજાર હેક્ટર પાકનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં વધ્યું છે. જેમાં સૌથી વધુ થરાદ તાલુકામાં રાઇનું વાવેતર કરવામાં આવ્યું છે. રાઈનું વાવેતર તાલુકા પ્રમાણે જાેઈએ તો અમીરગઢમાં ૪૩૨ હેક્ટર, ભાભરમાં ૧૦ હજાર ૮૮૨ હેક્ટર, દાંતામાં ૨૫૨ હેક્ટર, દાંતીવાડામાં ૬૧૫૨, ડીસામાં ૧૪ હજાર ૬૧૬ હેક્ટર, દિયોદરમાં ૮૩૯૬ હેક્ટર, ધાનેરામાં ૩૦ હજાર ૭૪૭ હેક્ટર, કાંકરેજમાં ૩૫૯૮ હેક્ટર, લાખણીમાં ૧૩ હજાર ૧૯૦ હેક્ટર, પાલનપુરમાં ૮૨૦૬ હેક્ટર, સુઇગામમાં ૨૧૨૩ હેક્ટર, થરાદમાં ૪૫ હજાર ૮૧૨ હેક્ટર, વડગામમાં ૨૫૦૩ હેક્ટર, વાવમાં ૧૬ હજાર ૮૦૬ હેક્ટર જમીનમાં રાઇનું વાવેતર થયું છે. જાે કે બનાસકાંઠા જિલ્લામાં બીજી તરફ ઘઉંનું વાવેતર પણ સારું જાેવા મળ્યું છે. જેમાં અમીરગઢમાં ૩૧૦૭ હેક્ટર, ભાભરમાં ૧૭૩૦ હેક્ટર, દાંતામાં ૬૦૨૦ હેક્ટર, દાંતીવાડામાં ૩૦૧૫, ડીસામાં ૫૩૦૭ હેક્ટર, દિયોદરમાં ૪૧૮૮ હેક્ટર, ધાનેરામાં ૪૫૫૦ હેક્ટર, કાંકરેજમાં ૧૨૬૫૨ હેક્ટર, લાખણીમાં ૨૬૮ હેક્ટર, પાલનપુરમાં ૧૦૮૬૧ હેક્ટર, સુઇગામમાં ૧૫૨૦ હેક્ટર, થરાદમાં ૧૭૬૦ હેક્ટર, વડગામમાં ૭૭૦૪ હેક્ટર, વાવમાં ૩૦૯૩ હેક્ટર એટલે કે ટોટલ બનાસકાંઠા જિલ્લામાં ૬૫ હજાર ૬૭૫ હેક્ટર ઘઉંનું વાવેતર થયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *