Gujarat

 ભારતીય જનતા પાર્ટી ડોકટર સેલ દ્વારા આદરણીય  અટલ બિહારી વાજપેયીજી નિ જન્મ તિથિ નિમિત્તે નિઃશુલ્ક બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો

  ગિરગઢડા
  ભરત ગંગદેવ.
આજની ઝડપી જીવનશૈલીમાં જંક ફુડ ના લીધે તથા વ્યાયમ ના કરવાના હીસાબે અનેક પ્રકારના રોગોની સમસ્યાઓ વધતી જતી હોય છે જેમાં મૂળ રૂપે બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ હોય છે અને તેના હિસાબે હાડઁ એટેક, પેરેલિસિસ એટેક જેવી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ ના દર્દીઓ વધી રહીયા છે જેને અટકાવવા ના પ્રયાસ રૂપી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો
આ કેમ્પમાં સવારે 7:00 થી 10:00 સુધીમા 110 નગરજનોના ટેસ્ટ કરવામાં આવેલા જેમાથી 10 લોકો એવા હતા કે તેવો ને ખબરજ ન હતિ કે તેમને ડાયાબિટીસ થયેલ છે તેમજ 20 લોકો ને બ્લડપ્રેશર વધુ હોવાનિ પ્રથમ વાર જ ખબર પડી હતી આ  કેમ્પ નિ વ્યવસ્થામા અનિષ રાચ્છ નિ સેવા નોંધનીય રહી
 આ તકે ભાજપ ડોકટર સેલ ના સંયોજક ડો. ધોળકીયા સાહેબ ના અધ્યક્ષતામા યોજાયેલ કેમ્પમાં 118 માથી 30 જેટલા લોકોને પ્રથમવાર ચેકઅપ થી જાણ થતા ડોક્ટર સેલમા માનાદ સેવા આપતા ડો. ડાભી સાહેબ,  ડો.સોલંકી, ડો.ભેસલા સાહેબ, ડો.આહુજા સાહેબ, ડો.રાજા સાહેબ, તથા ડોક્ટર ધોળકીયા સાહેબ ના સ્ટાફ વિજયભાઈ, પિયુષભાઈ એ વધુ નિદાન માટે દર શુક્રવારે વેરાવળ સરકારી હોસ્પિટલમાં નિદાન કરાવા માઁગદર્શન કરવામાં આવેલ હતુ
આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ  માનસીંગભાઈ પરમાર, શહેર પ્રમુખ દેવાભાઈ ધારેચા, નગરપાલિકા ના ઉપ પ્રમુખ કપિલભાઈ મહેતા, તથા વિવિધ સેલ પદના અધીકારીઓ, આગેવાનો નિ ઉપસ્થિતિમાં આદરણીય  અટલ બિહારી વાજપેયીજી નિ જન્મ તિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી જન્મતિથિ ઉજવવામાં આવિ હોવનુ એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું .
Attachments area

IMG-20211225-WA0495.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *