ભુજ
દહેજ ખાતે રિફાઇન્ડ કંપની માટે નિર્માણ પામેલું ૧૧૨૦ મેટ્રિક ટન વજનનું મહાકાય બોઇલર મુન્દ્રા સ્થિત અદાણી બંદર પર લોડ થયું હતું. જેને સડકમાર્ગે રાજસ્થાનના બાડમેર ખાતે રવાના કરવામાં આવ્યું છે. જે દિવસ દરમ્યાન ૭ કિલોમીટરની ગતિએ ૧૧૮ દિવસ બાદ બાડમેરની પંચ પાદરા ખાતેની મ્જી૬ સ્ટાન્ડર્ડ સરકારી રિફાઇન્ડ કંપનીમાં પહોંચશે. પરિવહન માટે પડકારજનક સમા આ બોઇલરને લઈ જવાના કાર્યમાં ૩૫ જેટલા કર્મીઓ જાેડાયા છે અને ત્રણ મહિનાથી બોઇલરને નિયત સ્થળે સલામત રીતે પહોંચાડવા મહેનત કરી રહ્યા છે. કચ્છમાં આવેલા કંડલા સ્થિત દિન દયાળ પોર્ટ અને મુન્દ્રા ખાતેના અદાણી પોર્ટ ખાતે અનેક મહાકાય કાર્ગોની પડકારજનક લોડિંગ-અનલોડિંગની કામગીરી આમ તો સુપરે પાર પાડવામાં આવતી હોય છે, તેમાં દહેજથી મુન્દ્રા બંદર પર લોડ કરવામાં આવેલા આ મહાકાય બોઇલરની કામગીરી પણ ચુનોતીભરી હતી. જેને નાના મોટા અનુભવી લોકોના માર્ગદર્શન અને મહેનત દ્વારા સફળતાપૂર્વક લોડ કરી બાડમેર પહોંચાડવામાં આવી રહ્યું છે.
