Gujarat

મહેસાણા જિલ્લાના ઓમિક્રોનના ૩ દર્દીની હાલતમાં સુધારો

મહેસાણા
વિજાપુરના પિલવાઇ ગામના ત્રણ કોરોના દર્દીઓના ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમજ આ વેરિયન્ટ ઝડપથી પ્રસરતો હોવાથી તેમની આસપાસના તમામ લોકોના સેમ્પલ લઇ રિપોર્ટ કરાયા હતા. વડનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ ત્રણેય દર્દીઓની હાલત હાલમાં સુધારા પર છે. તેમનો ઓમિક્રોન નેગેટિવ રિપોર્ટ આવશે એટલે રજા આપી દેવામાં આવશે જિલ્લા આરોગ્ય તંત્રમાંથી મળતી માહિતી પ્રમાણે બાર દેશોમાંથી આવનારા મુસાફરો હાઈ રિસ્ક પર છે અને તેમના રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમને સીધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જ્યારે ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન ધરાવતા કોરોના દર્દીઓને હોમ આઇસોલેટ જ કરાશે. આથી ગભરાયા વગર જ જાે કોઈને કોરોનાના લક્ષણ જણાય તો પોતાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા તંત્રએ અપીલ કરી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઇ ગામના ત્રણ દર્દીઓ ઓમિક્રોન વેરિયન્ટનો ભોગ બન્યા બાદ આરોગ્ય તંત્ર એલર્ટ થયું હતું. ત્યારે ત્રણેય દર્દીઓને વડનગર હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી હતી અને હાલમાં ત્રણેય દર્દીઓની હાલત સુધારા પર છે. જાે કે તેમના રિપોર્ટ નેગેટિવ આવે તેની રાહ જાેવાઇ રહી છે.

Omicron.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *