Gujarat

માનવી માટે કઈપણ કરવું અશક્ય નથી તે યુક્તિને સાર્થક કરતો વલસાડનો લેખક

વલસાડ
ગુજરાતીઓનું અંગ્રેજી નબળું જ હોય એવું મેણું હંમેશાં મારવામાં આવે છે, પણ ગુજરાતી મીડિયમમાં ભણેલ વ્યક્તિ પણ એક ફૂલ લેન્થ નવલકથા અંગ્રેજીમાં લખવા જેટલી કાબેલિયત જાતમહેનતે હાંસલ કરી શકે છે તે વલસાડના આ યુવા લેખકે પુરવાર કર્યું છે. ગુજરાત સ્તરે પણ બહુ ઓછા ગુજરાતીઓ અંગ્રેજીમાં પુસ્તકો લખતાં હોય છે.મયુર પટેલે લેખક તરીકે ઘણી લાઇબ્રેરીઓ અને સમારંભોમાં સ્ટેજ પરથી વક્તવ્ય આપ્યાં છે. પ્રતિષ્ઠિત ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ૨૦૧૯ દરમિયાન તેમણે લેખનના અનુભવો વિશે વક્તવ્ય આપ્યું હતું.તેઓ નવલકથા ઉપરાંત લેખ, ટૂંકી વાર્તાઓ, પ્રવાસ વર્ણન, ફિલ્મ રિવ્યૂ અને બૂક રિવ્યૂ પણ લખે છે અને દેશભરમાં પ્રતિષ્ઠિત થયા છે. વલસાડના લેખક મયુર પટેલના જણાવ્યા મુજબ માતૃભારતી’ જેવા ઓનલાઇન માધ્યમમાં પ્રકાશિત એમની સત્યઘટનાત્મક હોરર લેખમાળા એક સ્થળપ ભૂતાવળ વર્ષ ૨૦૧૮માં,વર્ષ ૨૦૨૦માં ‘શોપિઝન’ એપ દ્વારા આયોજિત ઓનલાઇન નવલકથા-લેખન સ્પર્ધા શોપિનોવેલ કોન્ટેસ્ટમાં એમની ગુજરાતી સાયકોલોજિકલ થ્રિલર નવલકથા ‘ગુલમર્ગ એસ્ટેટ’એ રૂ.૨૫ હજારનું પ્રથમ ઈનામ જીત્યું હતું. જુલાઈ, ૨૦૨૧માં આ નવલકથા પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવી હતી. તેમની વાર્તાઓ ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘અનોખી’, ‘એક અંધારી રાતેપ’, ‘એક હસીન છલના’ તથા ‘ઉર્ધ્વારોહણ’ વિવિધ વાર્તાસ્પર્ધાઓમાં ઈનામો જીતી ચૂકી છે. તેમની વાર્તા ‘મુક્તિ’ સૂરત ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘કેતન મુનશી વાર્તા સ્પર્ધા ૨૦૧૭-૧૮માં વિજેતા બની હતી વલસાડ જેવા નાના શહેરમાંથી ગુજરાતી મીડિયમમાં ભણેલા એક યુવાન અંગ્રેજી નવલકથાનો લેખક તરીકે કાઠું કાઢ્યું છે.આ યુવાને અંગ્રેજીનો અભ્યાસ કરી અંગ્રેજી સાહિત્યનું ઘનિષ્ટ વાંચન કર્યું છે.ભારતના એક ખ્યાતિપ્રાપ્ત પ્રકાશક પેન્ગ્વિન બૂક્સ ઇન્ડિયાએ વલસાડના આ લેખકની પહેલી જ નવલકથા છાપતા તેણે એક વિરાટ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. વલસાડના ભાગડાવડામાં રહેતો દાદિયા ફળિયાનો આ યુવાન મયુર પટેલ સિવિલ ઇજનેર છે પરંતું સાહિત્ય પ્રત્યે પ્રથમથી જ લગાવ હતો.તેમની નવલકથા ટ્રાવેલ નોવેલ ને ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો હતો. વલસાડના કોઈ મૂળ વતનીએ ગુજરાતી સાહિત્ય જગતનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો હોય તે વલસાડ વાસીઓ માટે ગૌરવરૂપ બની રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *