Gujarat

રાજકોટ બન્યું ક્રાઇમ રેટ ઘટાડવામાં નંબર-૧

રાજકોટ
વાહનચોરીના બનાવોમાં પણ ઘટાડો થયો છે અને છઠ્ઠો રેન્ક મળ્યો છે. અન્ય ચોરીના બનાવો, ઠગાઇના ગુનાઓ પણ ઘટ્યા છે. શહેર પોલીસ દ્વારા ક્રાઇમ રેટ ઘટાડવા આધુનીક ટેકનોલોજી જેમ કે આઇવે પ્રોજેકટ, રાજકોટ સુરક્ષા કવચ એપ, પારદર્શિકા એપ, ઇ-કોપ એપ્લીકેશન સહિતની વિવિધ એપ્લીકેશનનો ઉપયોગ કરી ગુના બનતા અટકાવવા અને અનડિટેકટ ગુના શોધી કાઢવામાં આવે છે. મહિલા તેમજ સિનીયર સિટીઝનની કાળજી માટે દુર્ગાશકિત ટીમ કાર્યરત છે. કોરોના મહામારી સમયે પણ રાજકોટ પોલીસે કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેવી કામગીરી સાથે માનવીય અભિગમ દાખવી લોકસેવાના કામો પણ કર્યા છે. અતિવૃષ્ટી સમયે પણ પોલીસ પ્રજાની મદદે રહી છે. સ્માર્ટ સીટી અને સેફ સીટી તરીે રાજકોટ વિકસીત થઇ રહ્યું છે. ભવિષ્યમાં પણ રાજકોટ શહેર પોલીસ પ્રજાજનોની સાથે રહી તેમનું રક્ષણ કરવા કટીબધ્ધ છે.નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા તાજેતરમાં વર્ષ ૨૦૨૦ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તે મુજબ રાજકોટ શહેર ક્રાઇમ રેટ ઘટાડવામાં દેશભરમાં પ્રમ સ્થાને રહ્યું છે. આ કારણે રાજકોટ પોલીસ પર પ્રસંશાની પુષ્પવર્ષા થઇ રહી છે. રાજકોટ પોલીસ દ્વારા ગુનાઓના ચાર્જશીટ સમયસર પુરા કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હોઇ તેની પણ નોંધ લેવામાં આવી છે. ગુજરાત રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાંથી રાજકોટ શહેરે ૯૯.૨ ટકા રેટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો બીજા અને ત્રીજા ક્રમે કેરલ રાજ્યના શહેરો તિરૂવનથાપુરમ ૯૭.૮ ટકા રેટ અને કોલ્લમ શહેરે ૯૭.૫ ટકા રેટ મેળવ્યા છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦માં દેશના કુલ ૩૪ મેટ્રોપોલીટીન શહેરમાંથી અલગ અલગ ગુનાઓના એવરેજ ક્રાઇમ રેટ કરતાં રાજકોટ શહેરનો ગુનાઓનો ક્રાઇમ રેટ નોંધપાત્ર રીતે ઓછો જાેવા મળ્યો છે. કોરોના વાયરસની મહામારી દરમિયાન સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરાવવામાં પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા માનવતાના અભિગમ સાથે કાર્યવાહી થઇ છે અને પાલન નહિ કરનારા સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. જાહેરનામા ભંગના ગુનાઓમાં ૩૪ મેટ્રોપોલીટીન શહેરનો એવરેજ રેટ ૯૮.૦ ટકા છે. જ્યારે રાજકોટનો આ રેટ ૫૯૨.૫ ટકા રહ્યો છે. આમ પ્રજાજનોના સાથ સહકાર સાથે કોરોના મહામારીમાં સરકારની માર્ગદર્શિકાનું કડક પાલન કરાવવાની કામગીરી પણ સરાહનીય રહી છે. નેશનલ ક્રઇામ રેકોર્ડ બ્યુરોના રેકોર્ડ પ્રમાણે ૨૦૨૦માં કાયદો અને વ્યવસ્થા બાબતે સમગ્ર ભારતમાં સને ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૯ અને ૨૦૨૦મા મુખ્ય શહેરોમાં દાખલ થયેલા ગુનાઓ આધારે રેટીંગ આપવામાં આવેલ છે. જેમાં ૨૦૧૩માં ૮૮ શહેરો, ૨૦૧૪-૧૫માં દેશના ૫૪ શહેરો, અને ૨૦૧૯-૨૦માં ૩૪ શહેરોની માહિતી એકઠી કરી રેટીંગ અપાયા હતાંઉ જેમાં રાજકોટના રેટીંગ અલગ અલગ હેડવાઇઝ ગુનાઓનું પ્રમાણ ઓછુ જાેવા મળ્યું છે એટલે કે ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો મુજબ ખૂનના બનાવોમાં ૨૦૧૩-૧૫માં સમગ્ર ભારતના એવરેજ રેટ કરતાં રાજકોટ શહેરનો એવરેજ રેટ વધારે હતો. જ્યારે ૨૦૧૯-૨૦માં આ રેટ ખુબ જ ઘટી ગયો છે. આ રેટ ૫૦ ટકા કરતાં વધારે ઓછો જાેવા મળ્યો છે. ખૂનની કોશિષના ગુનામાં પણ આ રેટ ઘટ્યો છે અને તેમાં શહેરને પાંચમો રેન્ક મળ્યો છે. આઇપીસી ૧૪૭, ૧૫૧ના બનાવોમાં પણ ઘટાડો થયો છે. રાયોટીંગના ગુનામાં ઘટાડો થયો છે અને સાતમો રેન્ક મળ્યો છે. અકસ્માત મૃત્યુના બનાવમાં પણ ઘટાડો થયો છે અને તેમાં રાજકોટનો પ્રથમ ક્રમ આપ્યો છે. અપહરણ ૩૬૩ તેમજ ૩૬૯, ૩૭૩, ૩૭૧ના બનાવોમાં રાજકોટનો એવરેજ રેટ ૬૦ ટકા કરતાં વધારે ઓછો જાેવા મળ્યો છે. લૂંટ-ધાડના બનાવો એટલે કે ૩૯૨, ૩૯૪, ૩૯૭ના બનાવોમાં આ રેટ ૭૦ ટકા કરતાં વધુ ઓછો જાેવા મળ્યો છે. લૂંટના ગુનાઓમાં પણ ઘટાડો થયો છે અને ચોથો રેન્જ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *