Gujarat

રાજધાની ગાંધીનગરમાં ૧૩ વર્ષિય વિદ્યાર્થીની કોરોના પોઝીટીવ

ગાંધીનગર
ગાંધીનગરમાં કોરોનાની સાથે ઓમિક્રોનના શંકાસ્પદ કેસો પણ સામે આવી રહ્યા છે. ગઈકાલે પીડીપીયુ કોલેજમાં અભ્યાસ અર્થે તાન્જાનિયાથી આવેલી બે યુવતીઓ કોરોનામાં સપડાઈ હતી અને તેમનામાં ઓમિક્રોન વોરિયન્ટ હોવાની શંકા તબીબો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ યુવતીઓ તા.૧૬મીએ કે જ્યારે અમદાવાદ એરપોર્ટથી કોરોના નેગેટિવ થઇને ગાંધીનગર આવી ત્યારે અહીંની હોટલમાં આઠ દિવસ ક્વોરેન્ટાઇન રહી હતી. આ આઠ દિવસ દરમિયાન આ બન્ને યુવતીઓને કોઈ લક્ષણો જણાયા ન હતા. જાેકે, આઠમાં દિવસે નિયમ પ્રમાણે આરટી-પીસીઆર કરાવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને ઓમિક્રોન હોવાની શંકા છે. ત્યારે તકેદારીના ભાગરૂપે આ હોટલના સ્ટાફના પણ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ યુવતીઓના સંપર્કમાં આવેલા હોય તેવા સ્ટાફને ક્વોરેન્ટાઇન પણ કરાયા છે. તેમજ બંને યુવતીના ખાનગી હોસ્પિટલમાં લેવામાં આવેલા તેમના સેમ્પલને જીનોમ શીક્વન્સીંગ માટે પણ મોકલી આપવામાં આવ્યા છે. સેકટર – ૨ માંથી પણ ૪૧ વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. પાંચ દિવસ અગાઉ રાજસ્થાનના જેસલમેર સહેલગાહથી તે પરત ફર્યો હતો . જે પછી તેને શરદી અને તાવ આવતાં કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આજે તે કોરોના પોઝિટિવ હોવાનું સરકારી દફતરે નોંધ કરાઈ છે. ખાનગી કંપનીમાં નોકરી કરતાં પુરુષના સંપર્કમાં આવેલા સભ્યોને હોમ કોરોન્ટઈન કરીને મહિલાને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. આજે મિલિટરી સ્ટેશનમાં રહેતી ૧૩ વર્ષીય વિદ્યાર્થિની પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આજે ૫૩ સેન્ટરો પરથી ૮૦૯ લાભાર્થીને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા છે.ગાંધીનગરમાં સેક્ટર – ૨ તેમજ મિલિટરી સ્ટેશનમાં રહેતી ૧૩ વર્ષીય વિદ્યાર્થિનીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ એક પુરુષ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે આજે ૫૩ સેન્ટરો પરથી ૮૦૯ લાભાર્થીઓને કોરોના રસી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *