Gujarat

રાજુલા,જાફરાબાદ, ખાંભા,અને સાવરકુંડલા પંથકના તોકતે વાવાઝોડા સમયથી બંધ પડેલા ૭૦૦ જેટલા ટિસી શરૂ કરવા

રાજુલા,જાફરાબાદ, ખાંભા,અને સાવરકુંડલા પંથકના તોકતે વાવાઝોડા સમયથી બંધ પડેલા ૭૦૦ જેટલા ટિસી શરૂ કરવા પી.જી.વી.સી.એલ. MD સાથે સમીક્ષા કરતાં ભારતીય કિસાન સંઘના પદાધિકારીઓ.૧૫ દિવસમાં ઉકેલની ખાત્રી આપતા MD. તોકતે વાવાઝોડાને ૧૫૦ દિવસ થયા છતાં રાજુલા,જાફરાબાદ,ખાંભા,અને સાવરકુંડલા તાલુકાના ખેતીવાડીના ૭૦૦ જેટલા નકામા થઈ ગયેલા ટીસી ને બદલાવવા માટેની કામગીરી આજ દિવસ સુધી નહિ કરાતા કિસાનોને મોટા પ્રમાણમાં નુકશાન થતાં અમરેલી જીલ્લા કિસાન સંઘના આગેવાનોએ પ્રદેશ મંત્રી સામતભાઈ જેબલિયા ને કરાતા,તેઓ દ્વારા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ આ બાબતને ધ્યાનમાં મુકતા,સરકારની સુચના મુજબ રાજકોટ કોર્પોરેટ પી.જી.વી.સી.એલ.ઓફિસના MD વ્યાસ સાહેબને અમરેલી મોકલી કિસાન સંઘના પદાધિકારીઓ સર્વ શ્રી સામતભાઈ જેબલિયા,પ્રદેશ અધિકારી ધીરુભાઈ ધાખડા, જીલ્લા સંયોજક લાલજીભાઈ વેકરીયા,વિનુભાઈ દુધાત, અમરેલી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ભંડેરી સહિત ના હોદેદારો સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી ૧૫ દિવસમાં આ તમામ ટીસિ મૂળ જગ્યાએ ચડાવી દેવાની ખાત્રી આપવામાં આવી છે. નક્કી કરેલ દિવસોમાં આ કામ નહિ થાય તો ના છૂટકે આંદોલન કરવામાં આવશે તેમ ભા. કિ. સંઘની એક યાદીમાં જણાવાયું છે.

IMG-20211014-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *