Gujarat

લગ્ન ન કરવા ભાવનગરની સર ટી. હોસ્પિટલના સ્ટોર રૂમમાં ગળેફાસો ખાધો

ભાવનગર
ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં આપઘાત કરનાર યુવતીની બેગ માંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેને પોલીસે કબ્જે લઈ લીધી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે યુવતી ને લગ્ન નહોતા કરવા તેથી તેને આ પગલું ભર્યું હોવાનો ખુલાસો સુસાઇડ નોટમાં કર્યો છે. તેણીએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે લગ્ન નથી કરવાં એટ્‌લે આ પગલું ભરું છું, લવ યુ મમ્મી… લવ યુ પપ્પા. જ્યારે બીજી તરફ હોસ્પિટલ માં નર્સિંગ સ્ટાફ ની યુવતીના આપઘાતને પગલે હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું અને તેમજ પોલીસે યુવતી નો ફોન તથા અન્ય વસ્તુઓ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છેસર ટી.હોસ્પિટલમાં આજે સાંજના સમયે એક યુવતીએ હોસ્પિટલના સ્ટોર રૂમમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવતા હોસ્પીટલ તંત્ર દોડતું થયું હતું. બનાવ ની જાણ થતાં નિલમબાગ પોલીસ મથક નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. શહેરના હોસ્પિટલ અને આરોગ્ય વર્તુળોમાં આ ઘટના ચર્ચાનુ કેન્દ્ર બની રહી હતી. શહેરની સિવિલ હોસ્પિટલના સાતમાં માળે આવેલા મેડિસન સ્ટોરના સિસ્ટર રૂમમાં આવેલા સ્ટોર રૂમ માં આજે સાંજે ૭.૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન અમીબેન તુલસીભાઇ મકવાણા (ઉ. વ.૨૨, રહે. આનંદનગર, ભાવનગર) એ રૂમમાં પંખા સાથે દોરડા વડે લટકી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું. જ્યારે આ બનાવની જાણ પોલીસ ને થતાં નિલમબાગ પોલીસ મથકના પીઆઈ ભાચકન સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *