Gujarat

વંથલી ખાતે હિન્દુ સમાજ દ્વારા પાલીતાણા ખાતે બનેલી લવજેહાદ ની ઘટનાને લઈ  S.D.M સાહેબ ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

શહેર ની મુખ્ય બજાર માં રેલી કાઢી આવેદપત્ર પાઠવવામાં આવ્યું
     જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે આજરોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે થોડા સમય પહેલા સિંધી સમાજ ની 20 વર્ષીય જયાબેન હરેશકુમાર કુકરેજા નામની હિન્દુ સમાજની દીકરી લવજેહાદ નો ભોગ બનવા પામેલ છે.તે ઘટનાના વિરોધમાં આજરોજ સમસ્ત હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રીત થઈ વંથલી સખર ભવન થી S.D.M સાહેબ ની ઓફીસ સુધી વંથલીના મુખ્ય બજારમાં મોન રેલી કાઠી S.D.M સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સાહેબ શ્રી દ્વારા હિન્દુ સમાજની લાગણી અને માંગણી ને સ્વીકારી સરકારશ્રી માં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. ટૂંક સમયમાં હિન્દુ સમાજની દીકરીને તેમના માતાપિતા ને પરત કરવામાં નહી આવે અને જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવામાં આવશે તો ગુજરાત ભરમાં હિન્દુ સમાજ ના લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું સિંધી સમાજના અગ્રણી અરવિંદભાઈ માકડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું..
 અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

IMG-20211227-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *