વડોદરા લીલેરીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યુવાઓમાં ખેલદિલીની ભાવના ઉજાગર કરવા શ્રી વરિયા પ્રજાપતિ ક્રિકેટ યુવક મંડળ, વડોદરા દ્વારા ૩૮ મી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું. જેમાં બોટાદ જીલ્લાના પાળીયાદ વિસામણબાપુની જગ્યાના સંચાલક પૂજ્ય ભયલુબાપુ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય ભયલુબાપુ એ વિજેતા ટીમ તથા રનર્સ-અપ ટીમને કપ આપી પુરસ્ક્રૂત કર્યા હતા અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તથા રમત ગમત ક્ષેત્રે સમાજના યુવાનો આગળ આવે તે હેતુથી શરૂ કરેલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વરિયા પ્રજાપતિ સમાજના હોદ્દેદારોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી ..
તસવીર-વિપુલ લુહાર


