નર્મદા,
સાગબારા તાલુકાની ભોરઆમલી પ્રાથમિક શાળાના શિક્ષક ખોડાજી ઠાકોર નુ “માય પોકેટ બુક “ ઇનોવેશનની પસંદગી થતાં તા. ૦૯ નવેમ્બર ૨૦૨૧ ને જ્ઞાન પંચમી ના શુભ દિવસે સર ફાઉન્ડેશન સોલાપુર દ્રારા “નેશનલ ટીચર ઇનોવેશન એવોર્ડ” થી સન્માન કરતાં નર્મદા જિલ્લા અને સાગબારા તાલુકાનુ ગૌરવ વધારેલ છે.શિક્ષક ખોડાજી ઠાકોરે જણાવ્યું હતું કે આ સન્માન ના સાચા હકદાર એ મારા નાના ભૂલકાઓ અને મારી કર્મભૂમિ ભોરઆમલી છે. આ સન્માન એમને અર્પણ કરતાં ખુબજ આનંદ વ્યક્ત કરું છું. સર ફાઉન્ડેશન સોલાપુરનો આભાર વ્યક્ત કરતાં આનંદ અનુભવું છુંસમગ્ર દેશમાં શિક્ષણ એક આવશ્યક જરૂરિયાત છે તેવા સમયે શિક્ષણમાં અનેક વર્ષોથી નવતર પ્રયોગોનું કાર્ય થતું રહ્યું છે. ત્યારે વર્ષ ૨૦૦૬માં સ્થાપના થયેલ સ્ટેટ ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સોલાપુર મહારાષ્ટ્ર દ્વારા સમગ્ર દેશમાંથી ઇનોવેટિવ ટીચર્સની પસંદગી કરવામાં આવે છે. આ વર્ષે દેશમાંથી પસંદ થયેલ શિક્ષકોમાં ગુજરાતના દશ ઇનોવેટીવ શિક્ષકોનું સર ફાઉન્ડેશન મહારાષ્ટ્ર દ્રારા લોનાવાલા મહારાષ્ટ્ર ખાતે બે દિવસ નેશનલ લેવલ એજ્યુકેશન ઇનોવેશન કોન્ફરન્સ ૨૦૨૧ માં ભાગ લઇ દેશમાંથી આવેલ ઇનોવેટિવ શિક્ષક મિત્રોના નવતર પ્રયોગો જાણવાનો એક અનેરો અવસર પ્રદાન થયો.
