Gujarat

સાવરકુંડલા બ્રહ્મ સમાજના વિષ્ણુભાઈ ભરાડ એટલે ઈનોવેટિવ ઓટો ઈજનેર..કોઠાસૂઝ અને હૈયાઉકલત દ્વારા એક સૌને અનુકૂળ માલપરિવહન વાહનનું નિર્માણ કર્યું 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરનાં બ્રહ્મ સમાજના વિષ્ણુભાઈ ભરાડ એટલે ઈનોવેટિવ ઓટો એન્જિનિયર. છેલ્લાં બે વર્ષની મહેનતના અંતે જાતે બોલ્ટ નટ ફીટ કરી એક સનેડો તૈયાર કર્યો. આમ જોવા જઈએ તો આ બળદ વગરનું મિની ગાડું જ કહેવાય. ૪૦ ની એવરેજ આપતાં આ સનેડો વાહન હવે સાવરકુંડલાની શાન બનશે. પેટ્રોલ અને ડીઝલનાં ભડકે બળતાં ભાવમાં માલપરિવહન તથા કૃષિ સંબંધિત જણસનું પરિવહન કરવા માટે એકદમ સુગમ, સરળ અને સસ્તું પરિવહન સાધન પોતાની સમજ સૂઝબૂઝ અને બુધ્ધિશક્તિથી હમેશાં કંઈક નવું કરવા માટે અહર્નિશ તૈયાર એવાં વિષ્ણુભાઈ સ્વભાવે પણ મિલનસાર છે. આ પહેલાં પણ તેમણે મોબાઇલ શેરડીનો સિંચોડો બનાવી પોતાની બુધ્ધિશક્તિની કમાલ દેખાડી હતી. આમ એક વાત તો સ્પષ્ટ છે કે હૈયાઉકલત હોય અને કોઠાસૂઝ હોય તો શિક્ષિત માણસોને પણ પાછળ રાખી દે એવાં નવયુવાનોની ભારતમાં ખોટ નથી. જરૂર છે એને ખોળી કાઢી સરકારશ્રીએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની.. આમ તો ઘણી વખત સમાજમાં ઢબુરાયેલી કલા કૌશલ્ય અને કસબને જો પૂરતું સરકારી સમર્થન મળે તો ભારત દેશને વિશ્ર્વગુરુ બનતાં કોઈ ન રોકી શકે. ખાસ કરીને આજની બ્યૂરોક્રસીએ માત્ર એ.સી.ઓફિસમાં બેસવાને બદલે આવાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા લોકોને ખોળી કાઢી તેને યોગ્ય ચેનલ મારફત હૂંફ અને સમર્થન મળે તો કોઈની સાડી બાર નથી કે ભારત સામે ઊંચી આંખ કરીને જોઈ શકે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *