અમદાવાદ
દૂધેશ્વર રોડ પર ૩૨ વર્ષીય પરણિતા તેના પરિવાર સાથે રહે છે. બે મહિના પહેલા તેના વોટ્સએપમાં મુંબઇ ખાતે રહેતી તેની મિત્રના ફોટો ડીપીમાં મુકેલા મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. પરણિતાએ મેસેજનો કોઈ રીપ્લાય આપ્યો ન હતો, જેથી તેણે ટ્રૂ કોલર એપ્લિકેશનમાં તપાસ કરતાં કોઈ ઓટો રીક્ષા ડ્રાઈવરનો નંબર હોવાનું સામે આવ્યું હતું. આવા કોઈ વ્યક્તિને તે ઓળખતા ન હોવા છતાં તે સામેથી મેસેજ કરતો હતો તેને પોતાનું નામ પુછતાં જણાવતો ન હતો. આ ઉપરાંત મોબાઇલમાં સતત ન્યૂડ ફોટો અને વીડિયો મોકલતો રહેતો હતો. પરણિતાને તેણે ફોન કરવાનું શરૂ કર્યું હતું. જાે પરણિતા ફોન ઉપાડે તો તેની પાસે બિભત્સ માંગણીઓ કરતો હતો. આ મામલે આખરે કંટાળીને પરણિતાએ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં રહેતી પરણિતાના મોબાઈલ પર અજાણ્યા વ્યક્તિએ તેની મિત્રના ફોટો સાથે વોટ્સએપમાં ડીપી મૂકી ને મેસેજ કર્યો હતો. વારંવાર મેસેજ કરીને તેની સાથે બિભત્સ માંગણી કરતો હતો. પરણિતાએ તેને મેસેજ ના કરવા સમજાવવા છતાં પણ ફોન અને મેસેજ કરવાનું ચાલુ રાખતા આખરે પરણિતાએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


