જેતપુર તાલુકાના અમરનગર પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મૂળ એમપી જિલ્લાના વતની હાલ જેતપુરના અમરનગર વાડી વિસ્તારમાં રહેતા અને અમરનગર કુમાર તાલુકા શાળામાં ધોરણ ૨માં રહીને અભ્યાસ કરે છે. ત્યારે આજે સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાં આ વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ આવેલો 7 વર્ષનો બાળક છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ પોઝિટિવ આવેલા વિદ્યાર્થીને કોઇ મોટી તકલીફ નથી. સાધારણ શરદી-ખાંસી છે. જેથી વાડી વિસ્તારમાં રહેતા આ બાળક તેમજ ઘરના સભ્યોને હોમ કોરોન્ટાઇનમાં રખાયા છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શાળાને સોમવાર સુધી હાલ બંધ રાખવા માટે સૂચના શિક્ષણ અધિકારીએ આપી હતી. તકેદારીના ભાગરૂપે સંક્રમિત બે વિદ્યાર્થી સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓના તેમજ શિક્ષકોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
જેતપુર તાલુકા કોરોના મુક્ત બન્યો હતો. ત્યારે ફરીવાર તાલુકામાં એકલદોકલ કેસ આવવાની શરૂઆત થઈ હતી. જોકે,શાળાના વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શૈક્ષણિક વિભાગ વધુ અલર્ટ બન્યું છે અને હવે વધુ તકેદારી સાથે શૈક્ષણિક કાર્ય આગળ વધશે.
હરેશ ભાલીયા જેતપુર


