ગાંધીનગર
પેપર લીક કાંડને પગલે ગઈકાલે કમલમમાં થયેલા વિરોધપ્રદર્શન બાદ આજે કોંગ્રેસ પણ પેપર લીક કાંડનો વિરોધ કરી રહી છે, જેને પગલે કોંગ્રેસના ધારાસભ્યો સચિવાલયમાં આજે બપોરે ૩ વાગ્યાની આસપાસ આવેદનપત્ર આપવા જવાના છે. ગઈકાલની કમલમની ઘટના બાદ સચિવાલયમાં પણ કોંગ્રેસ દ્વારા કોઈ મુશ્કેલી ઊભી ન થાય એને ધ્યાનમાં લઈને હાલમાં સીએમ ઓફિસ પર પણ પોલીસનો મોટો કાફલો ગોઠવાઈ ગયો છે. છછઁના ૫૦૦થી વધુ નેતા-કાર્યકરો અચાનક કમલમ ખાતે ઘૂસી આવ્યા હતા. એ સમયે કમલમમાં ગણતરીના જ સિક્યોરિટી તેમજ પોલીસ જાેવા મળ્યા હતા, જેને કારણે કાર્યકરોને સંભાળવા મુશ્કેલ બન્યા હતા. ટોળાને અંદર ઘૂસતાં રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ અંતે કમલમનો ગેટ તોડીને તેઓ અંદર પ્રવેશ્યા હતા અને ભાજપ હાય હાયના નારા શરૂ કરી દીધા હતા. ત્યાર બાદ પોલીસનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો અને પોલીસે અનેક નેતાઓ-કાર્યકરોને લાઠીચાર્જ તેમજ ટીંગાટોળી કરી કમલમ બહાર કાઢ્યા હતા. આ સમયે છઁઁના નેતા ઈસુદાન ગઢવીને કમલમ ગેટ બહાર આવેલી કેબિનમાં સંતાડી દેવામાં આવ્યા હતા. આ મામલે ૫૦૦થી વધુ સામે અલગ-અલગ કલમો હેઠળ ગુના નોંધાયો છે અને મહિલાઓ સહિત ૭૦થી વધુની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટના બાદથી જ હાલમાં કમલમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છેગૌણ સેવા પસંદગીના ભરતી પેપર લીક કાંડનો મામલાએ રાજકીય સ્વરૂપ લઈ લીધું છે, જેને કારણે છેલ્લા બે દિવસથી વિરોધપક્ષ આક્રમક બનીને સરકાર અને ભાજપ સંગઠનને ઘેરી રહ્યો છે, ત્યારે આજે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, કેમ કે એક તરફ છઁઁના નેતાઓને સજ્જ્ડ કિલ્લાબંધી હેઠળ નજર કેદ રાખેલા છે તો બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્યોએ પેપર લીક કાંડ મામલે સચિવાલયમાં આવેદનપત્રનો કાર્યક્રમ રાખ્યો છે. જ્યારે ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ છઁઁ કે કોંગ્રેસના નેતાઓ ઘૂસી ન જાય એ માટે સજ્જડ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ગઈકાલે ઘટનાને પલગે તમામ ડિટેઇન કરેલા કાર્યકરોને ગાંધીનગર જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે લઈ જવાયા હતા, જ્યાં પોલીસ દ્વારા સજ્જડ કિલ્લાબંધી કરી દેવામાં આવી છે. ૫૦-૫૦ મીટરના અંતરે પોલીસકાફલો ખડકી દેવામાં આવ્યો છે. કોઈને પણ ડીએસપી કચેરીમાં પ્રવેશ કરતાં પહેલાં કારણ આપ્યા વગર જવા દેવામાં આવતા નથી. ગઈકાલ મોડી રાતથી ડીએસપી કચેરીની બહાર મોટી સંખ્યામાં લોકો ઊભા રહેલા જાેવા મળે છે, પરંતુ કચેરીની અંદર શું થઈ રહ્યું છે એ અંગે કોઈ પણ વિગત જાણવા મળી રહી નથી.