Gujarat

ગુજરાત એટીએસના ભાવેશ રોઝિયાને ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ

અમદાવાદ
ગુજરાત એટીએસ દ્વારા ઓગસ્ટ ૨૦૧૮થી ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન વિવિધ ઓપરેશનો પાર પાડી દરિયાઈ માર્ગે થતી પ્રતિબંધિત માદક પદાર્થોની હેરાફેરી અટકાવી આશરે ૯૨૦ કિલો ડેટલો માદક પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની બજાર કિંમત ૪૬૦૦ કરોડ જેટલી થાય છે. જેમાં વિવિધ પાકિસ્તાની, ઈરાની તથા અફઘાની ઈસમોની ધરપકડ પણ કરવામાં આવી છે. તે ઉપરાંત આ માફિયાઓની મદદ કરનારા ભારતીય ઈસમોની પણ ધરપકડ કરાઈ છેગુજરાત છ્‌જીના ડ્ઢરૂજીઁપી ભાવેશ રોઝિયાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમને ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ પ્રાપ્ત થયો છે. સૌથી વધુ ડ્રગ્સ સીઝ કરવા બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભલામણ કરવામાં આવી હતી. જે બાદ તેમને ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ગુજરાત પોલીસમાં હિમાંશુ શુક્લાને પણ ડ્ઢય્ કમન્ડેશન ડેસ્ક એવોર્ડ મળી ચૂક્યો છે. ડ્ઢરૂજીઁ ભાવેશ રોઝિયાએ ૯૨૦ કિલો ડ્રગ્સ સીઝ કર્યું છે. જેની અંદાજીત બજાર કિંમત ૪૫૦૦ કરોડથી વધુ છે. આ અગાઉ ભાવેશ રોઝિયાને ગેલેન્ટરી એવોર્ડ પણ મળી ચૂક્યો છેર્‌ ગુજરાતમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત છ્‌જીની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. છ્‌જીના ડ્ઢરૂજીઁ ભાવેશ રોઝિયાને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે કચ્છના જખૌ દરિયાકિનારે ગુજરાત છ્‌જી અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ‘અલ હુસેની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી ૩૮૫ કરોડ રૂપિયાનું ૭૭ કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. આ હેરોઇન સાથે ૬ પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *